રસી લેનાર બે મહિના સુધી રક્તદાન નહીં કરી શકે જરૂરિયાતમંદો માટે બ્લડ ક્યાંથી આવશે?
કરોડો લોકો રસી લેનાર છે ત્યારે બ્લડ બેન્કમાં બે મહિના સુધી બ્લડ જમા થવાની શક્યતા ઓછી છે ત્યારે તંત્રને સરકારે અત્યાર થી આ કોયડો વિચાર માંગી લે તેવો છે
ગાંધીનગર
કોરોનાની મહામારી ના કારણે દેશમાં અંધાધૂંધી ફેલાઇ છે ત્યારે સરકારી દવાખાના પ્રાઇવેટ હોસ્પિટલ થી લઈને સ્મશાનોમાં પણ જગ્યા નથી ત્યારે કોરોના ની ઉપાધિ ચાલી રહી છે ત્યાં સરકાર દ્વારા ૧લી મેથી 18 થી ૪૫ વર્ષથી લોકોનું વેક્સિનેશન થશે રસી નો પ્રથમ અને બીજો ડોઝ લીધા બાદ બે મહિના સુધી કોઈ પણ વ્યક્તિ જેણે રસી લીધી છે તે રક્તદાન નહીં કરી શકે તેવું સોશિયલ મીડિયામાં હાલ સમાચાર ફરી રહ્યા છે જો આ સાચું હોય તો થેલેસેમિયા થી લઈને અનેક દર્દીઓ જેમને બ્લડની જરૂર છે તેમનું શું? થેલેસેમિયાના દર્દીઓને દર મહિને અથવા ૨૦થી ૨૫ દિવસે બ્લડ ચઢાવવું પડતું હોય છે.
એક્સિડન્ટથી લઈને અનેક દર્દોમાં લોહીની જરૂર પડે છે તો માનવી હવે ક્યાં જશે બ્લડ બેન્કમાં રહેલો જથ્થો પર્યાપ્ત ન હોય દરેક વ્યક્તિ જે રસ લેવાનો છે તેમાં કરોડોની સંખ્યામાં આંકડો પહોંચીને તેમાં બે મત નથી ત્યારે બે મહિના નહીં અપાય તો રસીલે તા પહેલા સૌ રક્તદાન કરે એ જરૂરી છે બ્લડ બેન્કમાં બ્લડ ભેગું કરવું જરૂરી છે બે મહિના બાદ રસી લેનાર વ્યક્તિ લોહી આપી શકે તેમ હોય તો આવનારી મુશ્કેલીઓનો સામનો કરવા અત્યારથી જ દરેક વ્યક્તિ જે તંદુરસ્ત હોય તો એક બે બોટલ બ્લડ ડોનેટ કર્યા બાદ જ રસ લે તે ખૂબ જરૂરી છે.