એક તરફ આવતા અઠવાડિયે સંયુક્ત રાષ્ટ્રનું જળવાયુ પરિવર્તન સંમેલન યોજાનાર છે. જેમાં દુનિયાભરના નેતાઓ એકઠા થશે. તો બીજી તરફ આ સંમેલન અગાઉ સતત બીજા દિવસે દુનિયાભરમાં લાખો લાકો ક્લાઇમેટ સ્ટ્રાઇકમાં જોડાયા હતા. આ બધા જ લોકોએ જળવાયુ પરિવર્તન વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
મહત્વની વાત એ છે કે વિશ્વવ્યાપી આ દેખાવોનું નેતૃત્વ યુવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. દુનિયાભરના લાખઓ વિદ્યાર્થીઓ સ્કૂલોમાં રજા રાખીને આ પ્રદર્શનમાં જોડાયા હતા. આ સમગ્ર આંદોલનનું નેતૃત્વ કરતી માતેર 16 વર્ષની ગ્રેટા નામની કિશોરીએ જણાવ્યુ છે કે આ તો માતેર શરૂઆત જ છે.
આયોજકોએ જણાવ્યુ છે કે વિશ્વવ્યાપી આ પ્રદર્શનમાં અંદાજે 40 લાખ જેટલા લોકો જોડાયા હતા. સતત વધી રહેલા તાપમાનના લીધે પૃથ્વીને થઇ રહેલા નુકસાને માટે આ અત્યાર સુધીનું સૌથી મોટુ વિરોધ પ્રદર્શન છે. યુવાનો અને લોકોએ રસ્તાઓ પર ઉતરીને નારા લગાવ્યા હતા તેમજ પોસ્ટર વડે પ્રદર્શન પણ કર્યુ હતુ.
એશિયા અને પેસિફિકથી શરૂ થયેલુ આ વિરોધ પ્રદર્શન અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિત વિશ્વભરમાં ફેલાયુ છે. અમેરિકામાં યોજાયેલી પ્રદરેશન રેલીમાં 2 લાખ 50 હજાર કરતા પણ વધારે લોકો જોડાયા હતા. ગ્રેટાએ જણાવ્યુ છે કે તેમને ગમે કે ના ગમે પણ બદલાવ આવી રહ્યો છે.
દર શુક્રવારે યોજાતી પ્રદર્શન રેલી હવે 163 દેશોમાં 5800 જગ્યા પર યોજાવા લાગી છે. બર્લિનથી લઇને બોસ્ટન, કમ્પાલાથી કિરીતાબી, સિયોલથી લઇને સાઓ પાઓલો સુધી લોકોએ નારા લગાવ્યા હતા કે, ધેર ઇઝ નો પ્લાનેટ બી (આપણી પાસે બીજો કોઇ ગ્રહ નથી), પૃથવીને ફરીથી મહાન બનાવીએ.
ગ્રેટા ટુનબર્ગ અન્ય 500 યુવા પર્યાવરણવિદો સાથે પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્રની યુથ ક્લાઇમેટ સમિટમાં ભાગ લેશે. ગ્રેટાએ દેખાવો દરમિયાન સવાલો પુછ્યા છે કે અમે ભવિષ્ય માટે શુ કામ ભણીએ? કેમકે અમારૂ કોઇ ભવિષ્ય જ નથી. અમે એક સુરક્ષિત ભવિષ્યની માંગ કરીએ છીએ, શું આ માંગ ખોટી છે?ભારતમાં પણ વિદ્યાર્થીઓએ ક્લાઇમેટ સ્ટ્રાઇકમાં જોડાઇને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ સિવાય ફિલિપાઇન્સ અને ઘાનામાં પણ સ્કૂલના બાળકોએ રેલી યોજી હતી.
દરમિયાનમાં સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ ગુટેરેસે ભારતને શાબાશી આપતા જણાવ્યુ છે કે ક્લાઇમેટ ચેન્જ સામેની વૈશ્વિક લડતમાં ભારતનુ યોગદાન મહત્વપૂર્ણ છે. ઉપરાંત પુન:પ્રાપ્ય ઉર્જા માટેના ભારતના પ્રયત્નો પણ સરાહનીય છે. આવતા અઠવાડિયે યોજાનાર સંયુક્ત રાષ્ટ્રની ક્લાઇમેટ સમિટ પહેલા તેમણે પત્રકારોને સંબોધતા આવાતો જણાવી છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પણ આ ક્લાઇમેટ સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ચુક્યા છે.ભારતે આપેલી 193 સોલાર પેનલની ગિફ્ટની પણ તેમણે સરાહના કરી છે.ભારતમાં વધી રહેલ સૌર ઉર્જાની પણ તેમણે પ્રશંસા કરી છે. આવતા અઠવાડિયે વડાપ્રધાન મોદી દ્વારા સંયુક્ત રાષ્ટ્રની મુલાકાત સમયે ગાંધી સોલાર પાર્કનું ઉદ્ધાટન કરવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રકારનુ કામ કરનારો ભારત પ્રથમ દેશ છે.