દેશમાં કોરોનાની મહામારીના લીધે સૌથી અત્યારે વિપરીત પરીસ્થિતી જો દર્દીની હોય તો તે ઓક્સિજન લેવલની છે. ઓક્સિજન ન મળવાના કારણે ઘણા લોકો મૃત્યુ ને ભેટ્યા છે. ત્યારે લોકોને એ વાતની જાણકારી નથી કેશરીરમાં કેટલા ઓક્સિજન લેવલને સામાન્ય માનવામાં આવે છે. ઓક્સિજનના કયા સ્તરે આવ્યા બાદ ખતરો વધી જાય છે. જાણો ઓક્સિજનથી જોડાયેલી અગત્યની વાતો…
શું હોય છે ઓક્સિજન લેવલ
ખરેખર તો ઓક્સિજન લેવલ આપણા શરીરમાં ઓક્સિજન સેચ્યુરેશનનું સ્તર છે. સરળ શબ્દોમાં કહીએ તો લોહીમાં ઓક્સિજનની માત્રા કેટલી છે. હવે તમે વિચારશો કે ઓક્સિજન તો શ્વાસ દ્વારા ફેફસામાં જાય છે. તેનું લોહી સાથે શું લેવા દેવા.
તો અહીં રોલ આવે છે હીમોગ્લોબિનનો. જેને બનાવવા માટે તમને આર્યન યુક્ત આહાર ખાવાની સલાહ આપવામાં આવે છે. ખરેખર તો આ હીમોગ્લોબિન જ છે જે ફેફસાથી ઓક્સિજનને લઇ શરીરના અન્ય અંગો સુધી પહોંચાડે છે.
એ ખબર કઇ રીતે પડે કે ઓક્સિજન લેવલ કેટલું છે
ઓક્સિજન પર્સેંટેજ(ટકાવારી)માં માપવામાં આવે છે. ઓક્સિમીટરમાં જો ઓક્સિજન લેવલ 94 ટકા દેખાડી રહ્યું છે તો તેનો અર્થ એ છે કે, 6 ટકા બ્લડ સેલ્સમાં ઓક્સિજન નથી.
કેટલા સમયમાં ઓક્સિજન લેવલ ચેક કરવું જોઇએ
સામાન્ય રીતે તાવ, અશક્તિ મહેસૂસ થવા પર કે ડૉક્ટરના કહેવા પર તમારે પોતાનું ઓક્સિજન લેવલ મોનિટર કરવાની જરૂર છે. પણ કોરોના દરમિયાન જો તમને તેના લક્ષણ દેખાઇ છે તો દર 5 કલાકમાં પોતાનું ઓક્સિજન લેવલ ચેક કરો.
શરીરમાં કેટલું ઓક્સિજન લેવલ હોવું જોઇએ
સામાન્ય રીતે લોહીમાં 94-95થી 100 ટકાની વચ્ચે ઓક્સિજનનું સેચ્યુરેશન લેવલ સામાન્ય માનવામાં આવે છે. 95 ટકાથી ઓછું ઓક્સિજન લેવલ ફેફસામાં કોઈ તકલીફ હોવા અંગે ઈશારો કરે છે. 93 કે 90ની નીચે ઓક્સિજન લેવલ થાય તો તરત ડૉક્ટરની સલાહ લેવી જોઇએ.
શું કરશો જો ઓક્સિજન લેવલ 88ની નીચે જતુ રહે
સામાન્ય રીતે 90 ટકાથી નીચેના ઓક્સિજન લેવલને ખતરાની સાઇન માનવામાં આવે છે. પણ કોરોનાના કેસોમાં જોવામાં આવ્યું છે કે તે 88 સુધી પહોંચી જાય છે. એવામાં પ્રાણાયમ કરો, આર્યન, વિટામિન સી અને ઝિંકથી ભરપૂર આહાર લો. ઓક્સિમીટર પર સતત પોતાના ઓક્સિજન લેવલનું સ્તર તપાસતા રહો અને જેટલું જલદી સંભવ થાય તો પોતાના ડૉક્ટરના સંપર્કમાં આવો.
કઇ રીતે વધારશો ઓક્સિજન લેવલ
સામાન્ય રીતે હીમોગ્લોબિનની માત્રા વધારીને તમે શરીરમાં ઓક્સિજન લેવલ વધારી શકો છો. તેના માટે આર્યનથી ભરપૂર આહાર લો. એક્ટિવ રહો અને યોગા કે કસરત કરો. પેટના બળે સૂવો અને લાંબા શ્વાસ લઇને પણ તેમાં વધારો કરી શકાય છે. શરીરમાં ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે આર્યન, કોપર, વિટામિન એ, વિટામિન બી2, વિટામિન બી3, વિટામિન બી5, વિટામિન બી6, વિટામિન બી9 અને વિટામિન બી12ની જરૂર હોય છે