કોરોનાની મહામારીમાં અનેક લોકો સંક્રમીત થયા છે. ત્યારે મોટાભાગના જે સંક્રમીત હતા તેમાં સૌથી વદારે રાજકિય મિત્રો અને વોર્ડના પ્રમુખથી લઇને શહેર, જિલ્લાના હોદ્દેદારોના પ્રમુખોને ફોનની ઘંટડીયો મારી મારીને થાકી ગયા છે. ત્યારે આ કોરોનાની મહામારીમાં જે મિત્રતા હતી તેમાં બહુજ મોટી ફાટ પડી ગઇ છે. ત્યારે વોર્ડમાં જે પ્રમુખ હોદ્દેદારો હોય તે ચૂંટણીમાં પ્રયાસ કરવા નીકળે એટલે તમામ વોર્ડના રહીશો ઓળખતા હોય પણ હવે શીરપાવ બદલાઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે ભાજપમાં પેજપ્રમુખ થી લઇને જે લોકોએ હોદ્દાઓ લીધા હતા, તે કોરોનાની મહામારીમાં પ્રજાનો રુંધાયેલા અવાજ અને ટેલીફોન કરીને માંગેલી મદદને પહોંચી શક્યા નથી, ત્યારે પેજ પ્રમુખ માટે આવનારે સમયે ભારે વિરોધ વંટોળનો હોય તો નવાઇ નહીં, ત્યારે ભાજપના એક પૂર્વ પ્રમુખે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, મારી પાસે આજરોજ ઓક્સિજન લાવવાની વ્યવસ્થા, હોસ્પીટલમાં દાખલ કરાવી આપો, પ્રાઇવેટ અથવા સિવિલ જે આમાંથી અમારી સરકાર અને તંત્ર અમારા હાથ નીચે હોય છતાં અમો કશું જ કરી શક્યા નથી, મારા મિત્રો, સગાઓ, જાેડે ચાની ચુસ્કી મારતા ગ્રામજનોથી લઇને અનેક લોકોમાં ફોનની ઘંટડી રણકી છતાં હું તેઓના કામ કરી શક્યો નથી. આજે જીવન એટલું નિષ્ઠુર અને કડવું લાગી રહ્યું છે, કે માનવ હોવા છતાં માનવજાત માટે અમો સર્વે હોવા છતાં કામ નથી કરી શક્યા, મને જ્યારે કોરોના પોઝીટીવ થયો ત્યારે પડોસી મિત્રો તબિયતનું પુંચ્છતા હતા, અને સારો થઇ ગયા બાદ લોકો ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. તેમાંથી ઘણાજ (મિત્રો કોરોનાની મહામારીમાં હાલ જીવીત નથી, હા, એકમારા મિત્ર હતા તેમને બહેડ નમળતાં મે ખાસી માથાકુટ કરતાં એક બેડ મળ્યો પણ તે બેડ બરોડા જવું પડ્યું હતું. અને કાકા બરોડા ગયા પણ પછા આવ્યા નહીં તેવું અનહદ દુઃખ છે.
કોરોનાની મહામારીમાં રાજકીય પક્ષોના દરેક કાર્યકરો હતપ્રત થઇ ગયા છે. ત્યારે કોરોનાકાળમાં જે લોકો ખેસ પહેરીને કામ કરે છે, તે હવે પ્રજાને નથી ગમતું, ય્ત્ન-૧૮ ખાતે અનેક લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. ત્યારે આ વખતે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસોમાં વધારો પુષ્કળ જાેવા મળ્યો છે. ત્યારે દરેક લોકો માટે આવતી આપત્તિ ભારે વિપતી બનીગઇ હતી. આજે જે નગરસેવકો ચૂંટાયેલા છે. રાજકીય પક્ષોના તેમાં પૂછો કે કેટલાને એડમીટ કરાવી શક્યા ? કેટલાને ઓક્સિજનના બાટલાની જરૂર હતી તે અપાવી શક્યા ? અને રેમડેસિવિર ઇન્જેક્શન માટે ઠોકર ખાતા દર્દીઓના સગાઓને કેટલી મદદ કરી? ૧૦% પણ મળી? ના, ત્યારે ઘણાએ નામ ન આપતાની શરતે જણાવ્યું હતું કે, અમારૂ પાંચીયું ઉપજ્યું નથી, હાલ ય્ત્ન-૧૮ ખાતે ૧૨૦૦ બેડની કોરોના બેડ સાથે હોસ્પીટલ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ક્યારે ઉભી થાય ત્યારે સાચી? બાકી અત્યારે હાલ સ્ફોટક સ્થિતિ સામે મજબુરીમાં ફોન પણ સ્વીચ ઓફ રાત્રે રાખી દેવા પડે છે. કારણ કે, રાત્રે ૯ વાગ્યા બાદ જ લોઢીઓ ગરમ આવે છે, તો કરવું શું?
ય્ત્ન-૧૮ ખાતે સિવિલ તથા પ્રાઇવેટ હોસ્પીટલમાં બિલકુલ જગ્યા નથી, લોકો પૈસા ખર્ચવા છતા સારવાર પ્રાવેટમાં પણ મળતી નથી, તો માનવજાત જાય કયાં ? ચૂંટણીમાં મદદરૂપ બનેલા નગરજનો, કાર્યકરોથી લઇને અનેક મોટી ટીમ હોય છે, આજે હું વેરવિખેર થયેલી જાેઇ રહ્યો છું. વર્ષોની રાજકીયપક્ષમાં હોદ્દાથી લઇને અનેક મજલો કાપી પણ પ્રજાનો પરીવાર જે સમયે જરૂર હતી તે સમય હું નીભાવી શક્યો નથી, આજે અનેક કાર્યકરો હતાશમાં છે.,કારણ કે કાર્યકરોની જે પક્કડ પબ્લીક જાેડે હતી, તે ૪૦ વર્ષની પક્કડ હવે ઢીલી પડી ગઇ છે. ત્યારે કોરોનાની મહામારીમાં હવે ભગવાનનો સહારો અને ભગવાન જ સૌને સારાવાના કરે, એવી પ્રાર્થના કરી રહ્યા છે.