ઓક્સિજનની અછત ઓછી થતાં, હોસ્પીટલમાં ૧૦૮ની લાઇન ઘટતાં રાહત

Spread the love

કોરોનાની મહામારીમાં ૧૦ દિવસથી લાઇનો, હોસ્પીટલમાં જગ્યા નહીં, ઓક્સિજન માટે સગાઓની દોડાદોડ અને હોસ્પીટલ સરકારી અને પ્રાઇવેટમાં દાખલ ન કરતા રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે હવે મહદ્અંશે રાહતના સમાચાર જોવા મળી રહ્યા છે. ગુજરાત રાજ્યમાં આ ઘટના આંકની  શરૂઆત થઈ ગઈ છે. કેસમાં 2 દિવસ નહિવત ઘટાડા સાથે રિકવરી આંક પણ વધ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 50 ટકા કરતા વધુ રિકવરી રેટ નોંધાયો છે. જેના પગલે છેલ્લા થોડા દિવસોથી જેની માટે તીવ્ર દોડધામ થયેલ એવા પ્રાણવાયુ અને બેડ તેમજ રેમડેસીવીર ઈન્જેક્શનની માંગમાં ઘટાડો નોંધાયો છે.
હોસ્પિટલની બહાર 108ની લાંબી લાગેલી લાઈનો ઘટી છે, લોકોમાં “પ્રાણ” ફૂંકાતા પ્રાણવાયુની જરૂરિયાત ઘટી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દોઢેક માસના સમયમાં કોરોનાના ધમસાણે સ્થાનિક તંત્ર સહિત સરકાર અને સામાન્ય લોકોથી માંડી મસમોટા ઉદ્યોગકારો તેમજ સમાજ શ્રેષ્ઠીઓને દોડતા
આગામી ટુંકાગાળામાં વકરતા કોરોનાની સ્થિતિ નિયંત્રિત થઈ જશે
કરી દીધા હતા. ઠેર ઠેર હોસ્પિટલમાં બેડ ફુલ તો ઠેર ઠેર “પ્રાણવાયુ” માટે લોકો ફાંફા મારી રહ્યા હતા. રેમડેસીવીર ઈન્જેકશનો માટે આમતેમ દોડી રહ્યા હતા. પરંતુ છેલ્લાં 2-4 દિવસથી આમાંથી રાહત મળી છે. લોકોમાં જાગૃકતા આવતા સંયમ રાખી નિયમોનું ચુસ્ત પાલન વગેરે જેવા પરિબળોને કારણે કોરોના કેસમાં નહિવત ઘટાડાની સાથે રિકવરી રેટ વધ્યો છે. અને હજુ આ શિસ્તબદ્ધ રીત આગામી થોડા દિવસ નિયમિત પણે ચાલશે તો કેસ ચોક્કસ મોટાપાયે ઘટી જશે. અને રસીકરણમાં ભાગ લઈ આગામી ત્રીજી લહેર સામે અડીખમ રહી શકીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com