GJ -18 ખાતે ચા ,સોપારી ,મસાલા ,તમાકુ ,સીગરેટો ના મોં માગ્યા ભાવ આપવાતૈયાર?

Spread the love

GJ-18 એટલે કે ગમે ત્યાં ગુજરાતનો છેડો ગોતવો હોય તો ગુંચ કાઢી આપે એ GJ-18 કહેવાય, ત્યારે GJ-18 ખાતે પાન-મસાલાથી લઇને વ્યસન કોરોની સંખ્યાપણ તોતીંગ છે ત્યારે  શહેર તો ખરા પણ માણસા, દહેગામ, કલોલ ચાગણોદ તાલુકો આવે છે. ત્યારે ગમે તે આ તાલુકામાંથી જઇને પણ વ્યસનીઓ માલ ભેગો કરી છે. ત્યારે લોકડાઉન- આંશિક  લોકડાઉન પણ કાળાબજારના સંદર્ભમાં આવું જ એક નિયમન છે. GJ – 18 ખાતેસહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વ્યસનીઓની સંખ્યા લાખ્ખોમાં હોવા છતાં લોકડાઉન-આંશિક લોકડાઉનમાં પણ ક્યારેય ચા-સોપારી, પાન-મસાલાઓના વ્યસનીઓ ક્યારેય ભૂખે મર્યા નથી! ગત વર્ષે તો ખાખી રંગમાં પણ કાળાબજાર-ગેરકાયદે વેચાણના ડાઘા ઉડ્યા હતા, છાંટાઓ ઉડ્યા હતા.
મોટાભાગના નિયમનો પ્રતિબંધોને પોતાની આગવી છટકબારીઓ હોય છે.
લોકડાઉન-આંશિક લોકડાઉનમાં પણ કેટલાક કાળાબજારીયાતત્ત્વો મોકાનો ગેરલાભ લેવા મેદાને પડે છે. ચા, પાન, મસાલા સોપારીના ધૂમ કાળાબજાર થઈ રહ્યા છે.
GJ – 18 ખાતે સહિત સમગ્ર તાલુકામાં  ચા-સોપારી, પાન-મસાલાના વ્યસનીઓની સંખ્યા મોટી છે. આ વ્યસનીઓ ગમે તેવા લોખંડ પહેરામાં પણ છટકબારી શોધી જ કાઢે છે. આ ચીજોના નાના-મોટા ધંધાર્થીઓ પરિસ્થિતીનો ભરપૂર ગેરફાયદો ઉઠાવે છે.
GJ – 18 ખાતે ઘણા વિસ્તારો એવા છે જ્યાં હજારો વ્યસનીઓ છાનાખૂણે ચા-પાન મસાલા-સોપારી તથા બીડી-સિગારેટ મેળવી જ લે છે. આ પ્રકારના વ્યસનીઓ પોલીસ તંત્ર સહિતના સરકારી વિભાગોમાં પણ મોટી સંખ્યામાં હોય છે. સૌને ખપ પૂરતું, ભલે ઉંચા ભાવે પણ મળી તો જાય જ છે.
ગત વર્ષ પોલીસ તંત્રની ચોકકસ શાખાએ કાળા બજારના આ ધંધા પર ઈન્ડાયરેકટલી કબ્જો જમાલી દીધેલો. આ પ્રકારની માફિયાગીરીની ચર્ચા પણ વ્યાપક રીતે થયેલી. તેઓ કાળાબજાર ઉપરાંત લાગતા-વળગતા પાન-ચા વાળાઓ પર પણ મહેરબાન રહ્યા હતા.
ગત વર્ષની માફક આ વર્ષે પણ ચાના પ્યાસીઓને ચા તથા પાન-મસાલા, ધૂમ્રપાનના આશિકોને જરૂરી ચીજો, થોડી મહેનત અને જાણીતા સંપર્કોના ઉપયોગથી મળી રહે છે.
કોરોના હોસ્પિટલ નજીકનો વિસ્તાર કાળાબજારનું હોટ-સ્પોટ!
GJ – 18 ખાતેની સરકારી હોસ્પિટલ સામેની ચા-પાનની 31 દુખાનો 15 દિવસથી બંધ છે. હજુ પાંચ તારીખ સુધી બંધ જ રહેવાની છે. બીજી બાજુ આ કોરોના હોસ્પિટલઓ ના કારણે દૈનિક ધોરણે હોસ્પિટલ આસપાસના વિસ્તારોમાં 8થી 10 હજાર માણસો આવ-જા કરતા હોય છે. આ ઉપરાંત તબીબો-મેડીકલ સ્ટાફ સહિતના સીવીલ હોસ્પિટલના સિક્યોરીટી-સફાઈ કર્મીઓ વગેરેને સાથે ગણો તો, આ આંકડો ખૂબજ મોટો બને છે.
આ તમામ લોકો પૈકી 35થી 40 ટકા લોકો ચા-પાન, મસાલા સહિતના વ્યસનો સાથે જોડાયેલ હોય છે. હોસ્પિટલ વિસ્તારમાં ચાના કીટલા તથા થર્મોસ ક્યાંથી આવે છે? ક્યાં જાય છે? દિવસના ભાગમાં 20-25 રૂપિયામાં વેચાતા પાન-મસાલા રાત્રિના સમયે 30-35 રૂપિયાનો ભાવ પણ સ્પર્શી લે છે.
આ પ્રકારની કાળા બજારી શહેરના ઘણા વિસ્તારોમાં થતી હોય સ્વાભાવિક રીતે જ આ બજારને ધંધાર્થીઓનું બુકીંગ હોય જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com