ગુજરાતમાં કોરોનાનો કાળો કેર ત્રાટક્યો છે. ત્યારે સરકાર ભલે કહેતી હોય કે, દર્દીઓના આંકડા ઘટ્યા, કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થઇ, પણ ભાઇ ક્યા સ્મશાનમાં જગ્યા ખાલી અને વેઇટીંગ નથી તે બનાવો, કઇ હોસ્પિટલમાં હાલ બેડ મળે છે, તે બતાવો? પ્રાઇવેટ હોસ્પિટલથી લઇને સરકારી દવાખાનાઓમાં હાઉસફુલના પાટીયા મુકવા માંડ્યા છે, ત્યારે આ સ્થિતિ કેટલી ગંભીર છે, તે સૌ પ્રજાજનો સમજી રહ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષના ધારાસભ્યો હાલ ગોતવા જડતા નથી, કારણ કે, પાંચીયું ઉપજતું નથી, મત વિસ્તારમાંથી લોકોની બૂમરાડ આવી રહી છે કે ઓક્સિજનના સીલીન્ડરના બાટલાની જરૂર છે. એડમીડ કરાવી આપો, બ્લડની જરૂર છે. સ્મશાનમાં જગ્યા ન હોઇ બીજી જગ્યાએ કરાવી આપો, પ્રાઇવેટમાં એડમીટ કરાવી આપો, આ બધી પળોજળથી ચૂંટાયેલા અને ખાસ સત્તાધારી પક્ષના ધારાસભ્યોની હાલત કફોડી થઇ ગઇ છે. ત્યારે વિરોધ પક્ષમાં બેસતા ધારાસભ્યો મેદાનમાં ફરી રહ્યા છે, અને સેવા કરી રહ્યા છે. કાળ મોટું ઠીકરું સરકાર પર ફોડી રહી છે. ત્યારે સત્તાધારી પક્ષના M LA કાળ ગ્રામ્ય વિસ્તારમાં જતા પણડરી રહ્યા છે. હા, જે હારેલા છે, તે અથવા પતી ગયેલી ફૂટેલી કારતુસો હવે મજબુતાઇથી ફૂટવા લાગી છે. ત્યારે દરેક જિલ્લા શહેરમાં અનેએમખાસ શહેરી વિસ્તારોમાં શાશક પક્ષના ધારાસભ્યોને કોરોનાની
મહામારીમાં પ્રજાજન ના પ્રશ્નોનું સોલ્યુશનના લાવી શકતા ઠેર ઠેર વિરોધ જાેવા મળી રહ્યો છે.અનેક ફોનો કરવા છતાં ફોન ન ઉઠાવતા હવે ઘણા સ્ન્છ ની સીટ આવનારા સમયમાં જીતવી જાેખમી બની ગઇ છે. ત્યારે હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે. અને લોકો ઓક્સિજન, પથારીઓ અને દવાઓ માટે વલખાં મારી રહ્યા છે. ચૂંટણી વખતે મત માંગનારા શોધ્યા જડતા નથી. આજે સત્તાધારી પક્ષના ધારાસભ્યો ઉદ્ઘાટન અથવા કોઇ મીટીંગ હોય તો હાજર બાકી પ્રજાજનોના કામોમાં સતત ગેરહાજર રહી રહ્યા છે. હાલ સત્તાધારી પક્ષના ચાલુ રાસભ્યો ઘરે આસિોલેશનમાં અને કોરોનાના હોયતો પણ લાગતા M LA મતવિસ્તારમાં,ઓછા ફરી રહ્યા છે. પણ સ્ન્છનું પાટીયું પણ કાઢી નાંખ્યું છે. અને પ્રાઇવેટ બીજા વાહનોમાં જઇ રહ્યા હોવાનું મુખ્યે જણાવે છે.અનામત આંદોલન વખતે થાળી વગાડીને લોકો ભગાડતાં હવે એ સ્થિતિ થી, હવે મારી મારીને