ગુજરાતમાં કોરોનાની મહામારીના કારણે પ્રજાની હાલત દયનીય થઇ ગઇ છે. રાજ્યસરકાર સંવેદનશીલ નિર્ણય પ્રજા માટે લે, તો મેડીકલ લેબોરેટરીના માફીયાઓ આડા ફાટે, તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-૧૮ થી તમામ હુકમો, આદેશો, પરીપત્રો અહીંથી થાય છે, ત્યારે અહીંયા પરીપત્રકે આદેશને અહીંયાની લેબોરેટરીના માંઘાતાઓ ગળી ગયા હોય જેવો ઘાટ સર્જાયો છે. ત્યારે RT-PCR સરકારી સિવાય હાલ કોઇજ પ્રાઇવેટ લેબોરેટરી કરી આપતું નથી, ત્યારે લેબોરેટરીઓ વાળાઓએ અન્ય સ્કીમો ટોપલા ભરીને લાવીને નાટકો શરૂ કરી દીધા છે. ત્યારે રાજ્ય સરકાર જણાવે કે, GJ-૧૮ ખાતે કઇ જગ્યાએ RT-PCR પ્રાઇવેટ લેબોરેટરીમાં થાય છે.? તેનું નામ સરનામું આપો? જ્યારથી સરકારે RT-PCR ના ભાવમાં ઘટાડો કરતાં મીલીભગત કરીને સીન્ડીકેટ બનાવીને RT-PCR ના ટેસ્ટ સદંતર બંધ કરી દીધા છે. ગુજરાત સરકાર કોરોનાની મહામારીમાં અનેક નિર્ણયો સંવેદનશીલ રહી છે. ત્યારે આ નિર્ણયોને લેબોરેટરીના માફીયાઓ ધોળીને પી રહ્યા છે. ત્યારે GJ-૧૮ ખાતેના કોઇપણ જિલ્લા અને શહેરમાં કોઇપણ લેબોરેટરી RT-PCR કરી આપતી હોય તો જણાવે? સદંતર બંધ કરી દીધા છે. ત્યારે સરકારને પણ લેબોરેટરીના માંઘાતાઓ ગાંઠતા નથી. ત્યારે રૂપાણી સાહેબ, નીતિન કાકા હવે દંડો પછાડો, આ લોકોને સીધા કરો તેવી પ્રજાની માંગ બુલંદ બની છે. તમારા જેએમનિર્ણયો પરીપત્રોને ધોળીને પી જનતા આ તત્વો સામે કડકકાર્યવાહી કરો તેવું GJ-૧૮ ની પ્રજા ઇચ્છા રહી છે