દેશમાં કોરોનાની મહામારીના કારણએ પ્રજાજનનો પરેશાન છે. પણતેની સેવા કરનાર સ્ટાફની હાલત પણ કફોડી થઇ ગઇ છે. ત્યારે ૧૦૮ એટલે કે ઇમરજન્સી જેવા તરીકે સેવાપ્રચલીત એવા ૧૦૮ના સ્ટાફને કોરોનાની મહામારીમાં ભોજન કરવાનો સમય નથી મળથો, અને જે દર્દીને હોસ્પીટલ સુધી પહોંચાડવામાં આવે ત્યાં વેઇટીંગમાં ઉભું રહેવું પડે છે. ત્યારે લોકડાઉનમાં કેન્ટીન, દુકાનો બંધ હોવાથી ખાવાના પણ લાલા પડી ગયા છે. ત્યારે આવા ૧૦૮ ના તમામ સ્ટાફને ૩ ટાઇમ ચા નાસ્તો, જમવાનું અને મીનરલ વોટર ડે. મેયર નાઝાભાઇ ધાંધર પોતે પહોંચાડી રહ્યા છે. ત્યારે સિવિલમાં કોરોના હોસ્પિટલમાં દરેક દર્દીને વ્હારેઆવેલા નાઝાભાઇ ૧૦૮નાસ્ટાફને શરીરમાં અનાજ હશે તો સ્ફૂર્તિ આવશે જેથી ૧૦૮ના સ્ટાફમાં ફુલપ્રુફ ઓક્સિજનવધારી દીધું છે. ત્યારે ડે. મેયર૧૦૮ના સ્ટાફની સામે નહેલે પે દહેલા હોય તેમ ડબલ ૧૦૮ બનીને કોરોનાથી બિમાર દર્દીઓ માટે પાવરફુલ કામ કરતા ૧૦૮ ના સ્ટાફને મજબૂત કરી દેતાં દર્દીઓની સમસ્યા પણ ઓછી થવા માંડી છે. ડે. મેયર પોતે આજદિન સુધી ગાં. મનપાનો પગાર ભથ્થા સરકારી વાહનો ક્યારેય ઉપયોગ નથી કરતાં, પોતાના ખર્ચે ગાંઠના ગોપીનંદન કરીને સેવા કરી રહ્યા છે. ત્યારે કુદરતે આપ્યું હોય તો વાપરવાની જીગર પણ જાેઇએ, ત્યારે ડે. મેયર ને અનેક નામો પ્રચલિત છે. વૃક્ષોના ડોક્ટર, ભામાશા, હવે ભામાશા ડબલ ૧૦૮ ઓક્સીજન નવું નામ થી પ્રચલિત થયા છે.