મુખ્યમંત્રીશ્રીએ શીલજ, એસ પી. રીંગ રોડ, શેલા વિસ્તારોના વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી ખૈલૈયાઓનો ઉત્સાહ વધાર્યો : સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં સાતમા નોરતે શહેરના નોરતા નગરી ખાતે ખૈલૈયાઓએ ગરબા થકી જવાનોને સલામી અર્પી : એક નોરતું દેશના નૌજવાનોને નામ – દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ
અમદાવાદ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના નોરતા નગરી અને સ્વર્ણિમ નગરી ખાતે ‘ઓપરેશન સિંદૂર’ ગીત પર ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં સાતમા નોરતે શહેરના નોરતા નગરી અને સ્વર્ણિમ નગરી ખાતે ખેલૈયાઓએ ગરબા થકી જવાનોને સલામી અર્પી હતી.નોરતા નગરી ખાતે સુપ્રસિદ્ધ કલાકાર શ્રી કીર્તિદાન ગઢવીએ ‘ઓપરેશન સુંદર’ પર ગરબો ગાતા જ લોકો ઝૂમી ઉઠ્યા હતા.આ ક્ષણે મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત રહીને ખેલૈયાઓનું અભિવાદન ઝીલ્યું હતું અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.’ઓપરેશન સિંદૂર’ ગીત પર ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા અને સમગ્ર માહોલ દેશભક્તિમય બનાવ્યો હતો અને ઉપસ્થિત સૌએ ‘ભારત માતા કી જય’ ના નારા લગાવ્યા હતા.એક નોરતું દેશના નૌજવાનોને નામ – દરેક સ્ટેપમાં, દરેક તાલીમાં દેશના સૈનિકો માટે સન્માન અને કૃતજ્ઞતાનો ભાવ હોય તે રીતે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા.આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ તથા પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નવલી નવરાત્રિના સાતમા નોરતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારના વિવિધ ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીશ્રીએ શીલજ, એસ.પી.રિંગ રોડ, શેલાના વિસ્તારોમાં આયોજિત વિવિધ ગરબા મહોત્સવમાં હાજરી આપી ખૈલૈયાઓનું અભિવાદન ઝીલીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ગરબા મહોત્સવમાં માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે શહેર ભાજપ અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ તથા પદાધિકારીઓ, કોર્પોરેટરશ્રીઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.



