ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આમ આદમી પાર્ટીના મોકૂફ રહેલી ચૂંટણીના ઉમેદવાર, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા આઠ મહિનાથી કોરોના કાળ દરમિયાન લોકોમાં સંક્રમણનો ઘટે તે માટે અથાક પ્રયત્નો દ્વારા સમગ્ર ગાંધીનગરના અલગ-અલગ વિસ્તારોમાં વ્યક્તિગત ઘર તેમજ અલગ-અલગ સોસાયટીઓમાં જઈને મફતમાં સેનિટાઇઝેશનની કામગીરી કરવામાં આવે છે. જેમાં આજદિન સુધી અંદાજિત ગાંધીનગર વિસ્તારના ૫૦૦૦ થી વધુ મકાનો તેમજ ૧૦૦ થી વધુ સોસાયટીઓમાં સેનિટાઇઝેશનની સેવા આપવામાં આવેલ છે.