મેરે જીવન કા હૈ, કર્મો સે નાતા, તુ હી તો હૈ, ભાગ્ય વિધાતા, આંજે કોરોનાની મહામારીમાં દરેક જગ્યાએ હાઉસફુલ, જગ્યા નથી, પહેલાં એવું સાંભલ્યું હતું, કે ફલાણા પીક્ચરની ટીકીટ અઠવાડીયાની બુક થઇ ગઇ છે. રેલ્વેમાં આટલા દિવસનું વેઇટીંગ છે, ત્યારે કોરોનાની મહામારીમાં દવાખાના, હોસ્પીટલો પણ વેઇટીંગ અને હાઉસફુલ થઇ ગયા હતા, ત્યારે જીવનનો છેલ્લો વિસામો સ્મશાનમાં પણ વેટીંગ? ત્યારે ડાઘુઓ જ્યારે સ્મશાનમાં જાય ત્યારે અનેક સારા વિચારો સાથે વૈરાગ્ય આવી જાય, પણ ઘરે આવે અને માથે લોટો પાણી ચઢાવે એટલે ઓમ નમઃ શિવાય, બધુ વિસરાય જાય, બાકી સારા વિચારો જે આવે છે, તે ખરાબ જગ્યાએ, અને અપ્રિય જગ્યામાં જ આવતાં હોય છે. સંડાસમાં જાવ એટલે જે વિચારો આવે, એ ક્યાં નથી આવતા, કારણ કે રોજબરોજ દિવસમા બે વાર સંડાસમાં જવાનું હોય છે. ત્યારે શ્માનમાં ભાગ્યે જ કોઇ સ્વજન, મિત્ર નું અવસાન થયું હોય ત્યારે છેલ્લે વિસામો એવા સ્મશાનમાં જવું પડે, દરેકને સ્મશાનમાં વૈરાગ્ય આવી જાય છે. ૯૮% ઘરે આવીને પાછા હતા, તે સાંસારીક જીવમાં દોડવા માંડે છે. ત્યારે પ્રેમલસિંહ બાપુ ને વૈરાગ્ય નથી આવ્યું, પણ સ્થિતિ જાેતાં તેમણે તાબડતોડ પોતાના સ્વખર્ચે વાવોલ સ્મશાનગૃહને રંગરોગાનથી લઇને રોડ, રસ્તા, સાફ-સફાઇ, અને નવી સગડીઓની પણ પોતાના સ્વખર્ચે વ્યવસ્થા કરીને બાપુ અઠવાડીયાથી સ્મશાનમાં વૈરાગ્ય નવી આવ્યું, તો પણ ઉમદા વિચાર સાથે પડ્યા પાથર્યા રહ્યા છે. કોરોનાની મહામારી ગ્રામ્ય વિસ્તારોની હાલત કફોડી થઇ ગઇ છે. ત્યારે પ્રેમલસિંહ બન્યા માનવના છેલ્લો વિસામોના પ્રેમાળ,આજે દેશમાં રીચ એટલે કે પૈસાપાત્ર બનવાની હોડ જામી છે. કોઇ ફોર્બ્સ મેગેજીમાં પોતાનું નામ છપાય અને સૌથી ધનવાન માં નંબર ૧ મારો આવે, આ હોડ લાગી છે. ત્યારે ભાઇ, ૭ પેઢીનું નહીં પણ ૧૦૦ પેઢીનું ભેગું કરીને જશો તો કાંઇ લઇ જવાનું નહીં, ધીરુકાકા, તાતા, બિરલા, કોઇ કશું લઇને ગયા નથી, ફક્ત નામ રહ્યું છે, ત્યારે આજના યુગમાં ભ્રષ્ટ્રાચારે માઝા મૂકી છે. અબજો ની મીલ્કત છે, પણ શું કામની? કોરોનાની મહામારીમાં ૪ માણસ મૂકીને આવતું રહે છે. ત્યારે બાપુ જોડે જે છે, તેમાં સત્કર્મમાં વાપરી રહ્યા છે. ત્યારે અબજો અને ધનવાન બનવાની દોડમાં માનવતા ના ચૂકી જશો, તો ૧૦૦ પેઢીનું કમાયેલું કોઇ કામનું નથી, વધારે નહી તો સારા સત્કર્મમાં ૧૦ % તો વાપરો, તો પણ ઉદ્વાર થઇ જાય, આ વાત ગળે કોઇને ઉતરતી નથી, મોંઘીદાટ ગાડીઓ, બંગલા, છઝ્ર, તમામ દુનીયાની સુવિધાઓ હોવા છતાં માનજાતને સંતોષ નથી, ભલે બધું જ હોવા છતાં રાત્રે નીંદર અબજો રૂપિયા હોવા છતાં મળે છે, ખરી? ના, આ બધું કુદરતની દેન છે. ભલે ફોર વ્હીલમાં બધીજ સગવડો હોવા છતાં આપણે હસી શક્તાં નથી, હજુ મેળવવાની દોડમાં લાઇ લાઇ કરીએ છીએ, ત્યારે આપણી ફોર વ્હીલગાડી ને શ્રમજીવી ટ્રાયસિકલ ચલાવતો તને જોઇને ખુશ થાય છે, અને પરીવાર સાથે હસતો હોય છે, જે કરોડોની ગાડીમા તમામ સગવડો હોવા છતાં હસી શક્તા નથી, આ કુદરત ની દેન છે. ત્યારે પ્રેમલસિંહે તો સેવાકાર્યમાં કોરોનાની મહામારીમાં ટીફીન સેવા થી લઇને છેલ્લો વિસામો જે કહેવાય તેમાં પણ માનવજાત માટે પોતે સ્મશાનમાં દિવસથી રોડ, રસ્તાથી લઇને નવી સગડીયો પોતાના સ્વખર્ચે નંખાવી રહ્યા છે. માનવજાતને આ ખબર પડે કે, આ છેેલ્લો વિસામો શું છે, તો બાકી દુનીયાની દુઃખ દૂર થઇ જાય, ભગવતગીતા બધાના ઘરે છે, વાંચી કોણે? બાકીતમામ દુઃખોનો અંત તેમાં જ છે. કોરોનાનો અંત પણ તેમાં જ છે. ત્યારે પ્રેમલસિંહ તો સેવા સાથે મેદાને ઉતર્યા છે, ત્યારે નવયુવાનમાંથી શીખ લેવા જેવી છે. બાકી વૈરાગ્ય ફક્ત સ્મશાનમાં આવે છે, અને ઘરના જાજરૂમાં પણ વિચારોનું મોટું સ્ટીમ છે. પણ વિચારો અને પક્કડ પકડવી તેમાં ખૂબજ મોટી સામ્યતા રહેલી છે. ત્યારે બાપુ તો મહેનતના કમાયેલા નાણાં માનવતાના ધોરણો માનવહીત એવી માનવજાત માટે વાપરીને માનવમિત્ર તો બન્યા છે. પણ કુદરતની જે ગુડબુક તેમાં પણ સોપાન રચી રહ્યા છે, ત્યારે કોઇપણ માનવે સોપાન રચવા કુદરતના હરંહમેશા દરવાજા ખુલ્લા જ છે, અને રહેશે, બાકી જીગર વાપરવાની અને કામ કરવાની જાેઇએ..