ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારીના કારણો સરકાર એક થીંગડું સાંધવા જાય તો ત્રણ તુટે તેવો ઘાટ છે. ત્યારે સીનીયર સીટીઝનની ઉંમર ધરાવતા રૂપાણી તથા નિતિન પટેલ પોતે ૨૪ કલાકોમાં માંડ ૩ થી ૪ કલાક ઉંઘ લે છે. મને કોરોનાની મહામારીમાં તો ઉંઘ પણ હરામ થઇ ગઇ છે. ત્યારે સૌથી વધારે પબ્લીકને શાંભળતા હોય અને દરેક પ્રશ્નનું નિરાકરણ ઝડપથી લાવવામાં નિતિન પટેલનો હરણફાળ ફાળો રહ્યો છે. ત્યારે હવે ડે. મુખ્યમંત્રીને બદનામ કરવા જાત નવા કારસા રચાઇ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પણ હા, સૌથી વધારે અરજદારોના પ્રશ્નો સાંભળતા હોય અને સૌથી વધારે હાજર જાેવા જઇએ તો પ્રથમ નંબર ડે. મુખ્યમંત્રી નિતિન પટેલ આવે છે. ત્યારે કોરોનાની મહામારીમાં પોતે પણ સંક્રમીત થતાં હાલ તેઓ નેગેટીવ તો આવી ગયા, પણ ડોક્ટરોએ હાલ પૂરતી આરામ કરવાની સલાહ આપી છે. ત્યારે રાજ્યમાં નર્સની હડતાલના મામલે પડતર માગો માટે સરકારને રજૂઆત કરાઈ હતી. તેમ છતાં સ્ટાફ નર્સ એસોસિયેશનની હડતાળની રજૂઆતને સરકારે ગંભીરતાથી ન લેતાં દર્દીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે. સરકારને પોતાની માગો માટે સ્ટાફ નર્સ એસોસિયેશને અગાઉ પણ વાકેફ કરાયા હતા. માગ નહિ સંતોષાય તો હડતાળ કરવાની પણ અગાઉના માસમાં રજૂઆત સમયે ચિમકી આપી હતી. ત્યારે સરકારની ઢીલી નિતીને પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો છે.
ડોકટરોની હડતાળ વચ્ચે જુનિયર ડોકટર એસોસિયેશને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નિતિન પટેલના રાજીનામાની માંગ કરી છે. જુનિયર ડોકટર એસોસિયેશને ટિ્વટ કરી રાજીનામું માગ્યુ છે.
તમામ ડોકટર, નર્સો અને અન્ય સ્ટાફ હડતાળ ઉપર છે. તો બીજી તરફ સરકારની નીતિના કારણે લેબ ટેકનીશિયનથી લઇ અન્ય સ્ટાફ પણ નારાજ છે. જેથી નિતિન પટેલના રાજીનામાની માગ કરવામાં આવી છે. વર્ષોથી માંગ ન સંતોષવા માટે ત્નડ્ઢછએ નિતિનભાઇને જવાબદાર ગણાવ્યા છે.
રાજકોટમાં તબીબી શિક્ષકોએ હડતાળ પાડી છે. જેમા રાજકોટ મેડિકલ કોલેજના ૧૯૦ જેટલા તબીબી શિક્ષકો જાેડાયા છે. જાેકે, હડતાળ દરમ્યાન કોવિડમાં ફરજ બજાવતા ૨૫ જેટલા તબીબી શિક્ષકો પોતાની કામગીર ચાલુ રાખશે. હડતાળ સાથે દર્દીઓને મુશ્કેલીઓ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. તબીબો પોતાની પડતર માગણીને લઈને હડતાળ કરી રહ્યા છે. તો બીજી તરફ ગાંધીનગરમાં તબીબી શિક્ષકના હોદેદારો અને સરકાર વચ્ચે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા તબીબી શિક્ષકોની માગણીને લેખિતમાં સ્વીકારવામાં આવશે તો જ હડતાલ પૂર્ણ કરાશે. અમદાવાદના સિવિલ કેમ્પસમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સતત બીજા દિવસે વિવિધ પડતર માંગણીઓને લઇને વિરોધ કરવામાં આવ્યો. વિરોધ કરનાર નર્સિગ સ્ટાફે હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો. એલાઉન્સ વધારો, નર્સિંગ સ્ટૂડન્ટસનું સ્ટાઇપેન્ડ વધારવા માંગણી કરવામાં આવી છે. મોટી સંખ્યામા નર્સિંગ સ્ટાફ વિરોધ પ્રદર્શનમાં જાેડાયો હતો..ચાલુ કોવિડ ડ્યૂટીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.