ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, મુખ્યમંત્રી અમૃતમ અને વાત્સલ્ય યોજના અંતર્ગત લોકોને રૂા.50 હજારની મર્યાદામાં કોવિડ સારવાર (10 જુલાઇ 2021 સુધી) આપવા નિર્ણય કર્યો છે. જે સંવેદનશીલ નિર્ણયને મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન રાજેશ્રીબેન ડોડીયા અને પૂર્વ આરોગ્ય ચેરમેન તથા નગરસેવક જયમીન ઠાકરે આવકારેલ છે. રાજય સરકોર ગઇકાલે મોકલેલો પરિપત્ર આજે મનપા ટીમે જાહેર કર્યો છે. 10 દિવસ સુધી રૂા.50 હજાર સુધીનો ખર્ચ હોસ્પિટલોએ દર્દી પાસેથી નહીં પણ સરકાર પાસેથી લેવાનો રહેશે. જે કાર્ડ ધારક દર્દીને દાખલ કરવામાં કોઇ હોસ્પિટલ આનાકાની કરે તો આરોગ્ય શાખા અથવા પદાધિકારીઓનો સંપર્ક કરવા જાગૃત મેયર, ચેરમેન, આરોગ્ય ચેરમેન, પૂર્વ ચેરમેને અનુરોધ કર્યો છે.