પીએમ મોદી નવા વર્ષમાં gj 18 ખાતે આવવાના હોય જેથી દાદા, ભત્રીજા, માસાને દિલ્હીનું તેડું

Spread the love

 

  1. Gujarat Politics ને લઈને સોથી મોટા સમાચાર
  2. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ દિલ્હીમાં
  3. ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા
  4. બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી ગયાનું અનુમાન
  5. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે કરશે મુલાકાત

Gandhinagar : ગુજરાતની રાજનીતિને (Gujarat Politics) લઈને સોથી મોટા સમાચાર આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel), નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હીની મુલાકાતે ગયા છે. ગઈકાલે રાત્રે ત્રણેય નેતાઓ ગુજરાતથી દિલ્હી પહોંચ્યા છે. CM, DyCM, પ્રદેશ પ્રમુખ (Jagdish Vishwakarma) દિલ્હીમાં રાત્રિ રોકાણ કરશે. બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી (Delhi) હોવાનાં પ્રાથમિક અનુમાન છે. આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendrabhai Modi) સાથે મુલાકાત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ (Amitbhai Shah) અને જે.પી. નડ્ડાને મળશે એવી માહિતી છે.

Gujarat Politics, CM, DyCM, પ્રદેશ પ્રમુખ દિલ્હીની મુલાકાતે

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યા હોવાની માહિતી સામે આવી છે. રાત્રિ રોકાણ કરી આજે સવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરશે એવી માહિતી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાને (J.P. Nadda) પણ ગુજરાતનાં ત્રણેય નેતાઓ મળશે. બાકી સંગઠનાત્મક નિયુક્તિને લઈ દિલ્હી ગયાનાં પ્રાથમિક અનુમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *