સુરતમાં ગોગો પેપર વેચાણ પર SOGના દરોડા, તમામ વિક્રેતાઓને કડક ચેતવણી

Spread the love

 

સુરત પોલીસે તમામ વિક્રેતાઓને આપી ચેતવણી.સુરતમાં ગોગો પેપરનું વેચાણ કરનારાઓ પર SOG દરોડા.આ પેપર અને રોલનો ઉપયોગ યુવાનો દ્વારા હાઇબ્રીડ ગાંજાે પીવા માટે કરવામાં આવતો હોવાથી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.સુરત શહેરમાં ગોગો પેપર અને રોલનું વેચાણ કરતા દુકાનદારો પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે મોટા પાયે દરોડા પાડ્યા છે. આ પેપર અને રોલનો ઉપયોગ યુવાનો દ્વારા હાઇબ્રીડ ગાંજાે પીવા માટે કરવામાં આવતો હોવાથી પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી.

ર્જીંય્ પોલીસે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા પાન પાર્લરો અને અન્ય દુકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં મોટા પ્રમાણમાં ગોગો પેપર અને રોલના જથ્થા મળી આવ્યા હતા.

પોલીસે તમામ વિક્રેતાઓને તાત્કાલિક અસરથી આ પ્રકારના પેપર કે રોલનું વેચાણ બંધ કરવા માટે કડક ચેતવણી આપી છે. નોંધનીય છે કે આ રોલ અને પેપર ઓનલાઇન પ્લેટફોર્મ પર પણ સરળતાથી ઉપલબ્ધ છે. સુરત પોલીસે હવે ઓનલાઇન વેચાણ પર પણ લગામ કસવા અને આ પ્રકારના પદાર્થોનું વેચાણ કરતા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરવા માટેની તૈયારી શરૂ કરી છે. યુવાનોને નશાખોરીથી દૂર રાખવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ સતર્ક બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *