અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિની ધરપકડ કરી, કસ્ટડીમાંથી પ્રથમ તસવીર સામે આવી

Spread the love

અમેરિકાના એટેક બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે. ટ્રમ્પે ખુલ્લેઆમ આ ઓપરેશનનો પક્ષ લેવાનું શરુ કરી દીધું છે. બીજી તરફ એક દેશના રાષ્ટ્રપતિને ક્રિમિનલની માફક ધરપકડ કરવાની વાત કોઈના ગળે ઊતરતી નથી. આ દરમ્યાન સોશિયલ મીડિયા પર માદુરોની ધરપકડ સાથે જોડાયેલી એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં અમેરિકી સૈન્ય બળ, માદુરોને અરેસ્ટ કરીને લઈ જતાં દેખાઈ રહ્યા છે.

આ તસવીર ધડાધડ શેર થઈ રહી છે, જો કે હજુ સુધી આ ફોટોની પુષ્ટિ થઈ નથી.

વાયરલ થઈ રહેલી તસવીરમાં શું દેખાયું?

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની આ તસવીર ન્યૂઝ એજન્સી ANIના એડિટર સ્મિતા પ્રકાશે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર રી ટ્વિટ કરી છે. આ તસવીરમાં માદુરો કાળા રંગના જેકેટમાં દેખાઈ રહ્યા છે અને તેમની આજુબાજુમાં અમેરિકન આર્મીના જવાનો ચાલી રહ્યા છે. આ તસવીરમાં માદુરોના હાથ પાછળની તરફ બંધાયેલા દેખાય છે અને તસવીરમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તેમને એક હેલીકોપ્ટરમાંથી ઉતારવામાં આવ્યા છે. એટલે કે આ તસવીર અમેરિકા પહોંચ્યા બાદની હોઈ શકે છે. જો કે હજુ સુધી આવી કોઈ તસવીર અમેરિકા અથવા વેનેઝુએલા તરફથી શેર કરવામાં આવી નથી. તેથી આ તસવીર અસલી છે કે નકલી તેને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

થોડી કલાકોમાં ઓપરેશન પાર પાડ્યું.

આપને જણાવી દઈએ કે, અમેરિકા અને વેનેઝુએલાની વચ્ચે સંઘર્ષ લાંબા સમયથી ચાલી રહ્યો છે. ટ્રમ્પે નિકોલસ માદુરો પર ડ્રગ્સ તસ્કરીનો આરોપ લગાવ્યો હતો. વેનેઝુએલાને ધમકાવવા માટે અમેરિકાએ કેરેબિયનમાં લાંબા સમયથી એરક્રાફ્ટ કેરિયર તૈનાત કરી રાખ્યા હતા. વળી આજે 3 જાન્યુઆરીના રોજ અમેરિકાએ આખરે વેનેઝુએલા પર એટેક કરી દીધો અને આ હુમલાના થોડા કલાકોમાં સૈન્ય અધિકારીઓ માદુરોને અરેસ્ટ કરીને લઈ ગયા. કહેવાય છે કે તેમની પત્નીને પણ અમેરિકાએ ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *