ગુજરાતનું GJ-18 ની એક અલગજ તાસીર છે. ત્યારે GJ-18 માં વર્ષોથી રાજકારણમાં જાેડાયેલા તેમાં ભલે પાર્ટી પક્ષ બદલાયા હોય પણ મુકામે GJ-18 નું સે-૧૧ જ રહેલું છે. ગમે તે હોય રાજકીય પાર્ટીઓને કોઇએ મુઠ મારી હોય તેમ સે-૧૧માં લોકો પડ્યા પાથર્યા રહેતા હોય છે. ત્યારે ભાજપનું કબાડીગ્રુપથી પ્રચલિત તેમાં મોટા ભાગના સે-૧૧ એક (જી) નામની બિલ્ડીંગમાં બેઠકો રહેલી છે. મોટાભાગનું સંચાલન અહીંયા થી જ થાય છે. ત્યારે પછી કીટ આપવાની હોય કે કાર્યક્રમો ઘડવાના હોય તેનું સંચાલન સ્કાયલાઇન બીલ્ડીંગમાં જ કબાડીગ્રુપની બેઠક રહેલી છે. વચ્ચે એવી વાત હતી, કે શહેર ભાજપ માટે એક ઓફીસ ખરીદવાની પણ મુઠ કોઇએ મારી દીધી હોય વિચાર આવે પણ લઇ નથી શકતા, અને આ જગ્યા છોડી નથી શકતા, ત્યારે કબાડીગ્રુપ અને AAP પાર્ટીની બેઠકની જગ્યામાં બહું વધારે અંતર નથી, ત્યારે આપ પાર્ટી બાંકડા બેઠક તરીકે હવે પંકાઇ રહી છે. પહેલાં આ બેઠક કોંગ્રેસની બાંકડા બેઠક તરીકે પ્રચલિત હતી પણ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશ પટેલ આપ પાર્ટીમાં જાેડાયા બાદ હવે શહેર પ્રમુખ પણ બન્યા છે. ત્યારે બાંકડા બેઠક હવે આપ પાર્ટીની બાંકડા બેઠક બની ગઇ છે. ત્યારે ભાજપના રુચિર ભટ્ટ ચીર ફાડકે હરણ હોય તેમ પોતે પ્રમુખ બન્યા બાદ તેમની બેઠક પણ સે-૧૧માં રહી છે. ભલે પછી કમલમ (કોળા, અને કમલમ રાયસણમાં મોટી ઓફીસો બેસવાની આપે પણ મુઠ જે મારેલી મજબૂત છે, તે ગમે ત્યાં જાય પણ સે-૧૧ ખાતે રાહત મળતું હોય તેુવં લાગે છે. ત્યારે મુકેશ પટેલે પંજાની હાથ છોડીને ઝાડું પકડી લીધું છે, એટલે હવે ઝાંડુ થી કેટલી સાફ-સફાઇ કોંગ્રેસ, ભાજપની કરે છે, તે જાેવું રહ્યું, ત્યારે તેમની સાથે રણબંકા એવા રણવીરસિંહને કોંગ્રેસમાંથી ઉપાડીને આપ પાર્ટીમાં શહેર મહામંત્રીનું પદ અપાવતા આ રક્ષાબંઠકો પોતે રેતીમાં પણ વહાણ ચલાવી શકે તેમ છે. પણ કોંગ્રેસ કદર ન કરી, ત્યારે રણવીરસિંહે જેવા પ્રજા સાથે ટચ સ્ક્રીન જાેડાયેલા કાર્યકરોની અવગણના થી કોંગ્રેસે સારો કાર્યકર્તા ગુમાવ્યો જ છે, તેમાં બે મત નથી, ત્યારે કોંગ્રેસનો અંદરો અંદરનો વિખવાદ અને ડોક્ટર કૌશિક શાહને શહેર પ્રમુખ બનાવ્યા હતા. માણસ તરીકે ગુડમેન, પણ સમયે ડોક્ટર હોવાથી ફાળવી ન શકે, પણ મૂકવાનું કારણ પોતાની કહ્યાગરા રહે, એટલે, આના કારણે જે બાંકડા બેઠક હતી, તે તુટુ તુટુ થઇને તુટી ગઇ, અને પેપળીવાળા બેઠક બની ગઇ, પૂર્વ શહેર પ્રમુખ મુકેશ પટેલ AAP માં જાેડાતા કોંગ્રેસ જાેવા જઇએ તો અનેક મિત્રો છૂટા પડીને હાથ, અને ઝાંડુ પકડી લીધું, ત્યારે હવે રણવીર સિંહ પણ આપ પાર્ટીમાં જાેડાતા અને પોતે પણ રાજપૂત સમાજમાં યુવા નેતા તરીકે પ્રચલિત છે, ત્યારે હવે કોંગ્રેસની બાંકડા બેઠકનું સ્થાને આપ પાર્ટી લઇ લીધું છે,
કોંગ્રેસની બેઠક સે-૧૧માં એમએસ બિલ્ડીંગની પાસે પેપડીવાળી બેઠક તરીકે પ્રચલિત છે. ત્યારે હાલ કાર્યકારી પ્રમુખ તરીકે પ્રદીપસિંહ વાઘેલા છે, પોતે મહેનત કરી રહ્યા છે, પણ હા, તેમની બેઠક પણ પેપડીવાળી બેઠક થઇ છે, ત્યારે સે-૧૧ માં કબાડીગ્રુપ, બાંકડાગ્રુપ, પેપળીગ્રુપ એમ ત્રણ તીગડા કામ બીગડા જેવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
મુકેશ પટેલ પોતે કોગ્રેસમાં હતા, ત્યારે આ બેઠક બાંકડા બેઠક કહેવાતી હતી, પણ કોંગ્રેસનો સાથ છૂટતાં આ બેઠક છછઁ બાંકડા બેઠક કહેવાશે કે ઝાંડુ બાંકડા બેઠક? તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. બાકી હા, મુંક માટેલી હોય તેમ ત્રણેય પાર્ટીઓમાંથી કોઇની બેઠક નવા સેક્ટરો અને ન્યું ગાંધીનગરમાં થતી નથી, ત્યારે હવે આવનારા દિવસોમાં નવી પાર્ટીનું કોઇ આવે તો જાેઇએ કે તેનું શું નામ પ્રચલિત થાય છે.