GJ-૧૮ ખાતેના સે-૫ ખાતે વસાહતીઓને સમયસર પાણી તો મળતું નથી, પણ પાણીમાં પાણીજન્ય રોગો ફાળ નીકળે તેવી દહેશત સાથે એક પ્રભુત્વ નાગરીકે જણાવેલ કે, પાણીમાંથી મૃતજન્ય એવા પક્ષીઓની વાસ મારી રહી છે, કેટલાય સમયથી ટાંકીઓની સાફ-સફાઇ ન કરવાના કારણો ટાંકીમાં મૃતપક્ષી મરી ગયું હોવાની પણ દહેશત તેમણે વ્યક્ત કરી છે. ત્યારે આ પ્રશ્ને વસાહત મહાસંઘ પણ મેદાને ઉતર્યું છે. GJ-૧૮ મનપાને ટેક્સ સમયસર વસાહતીઓ ભરવા છતાં શુદ્ધપાણી માટે ફાંફા મારવા પડે તેવી સ્થિતિ સર્જાય છે.
સેકટર પ વસાહત મહામંડળ ના પમુખ કેશરીસિહ બિહોલા મહામંત્રી નરેશભાઇ પરમાર ઉપ પમુખ ધનશાયમસિહ ગોલ કાનજીભાઈ દેસાઈ વાસુદેવભાઈ સુથાર વિનોદભાઈ ભટૃ વગેરે સંયુક્ત નિવેદનમાં જણાવવાનું કે સેકટર પ એ વિભાગમાં છેલ્લા બે દિવસથી પીવાનું તથા ઘરવપરાશ માટે બીલકુલ પાણી આવતું નથી આથી વસાહતીઓ પાણી વિના મુશ્કેલીમાં મુકાઇ ગયેલા છે સંબંધિત અધિકારીઓ તથા કમૅચારી નો સંપર્ક કરતાં સંતોષ કારક જવાબ મળેલ નથી અને આજે રવિવારની રજા છે કોઈ ફોલ્ટ હોયતો મજુરો મળે નહીં આથી આજે શકય નથી આવો ઉડાવુ જવાબ સંબંધિત કમૅચારી તરફથી મળેલ હતો છેલ્લા બે દિવસથી પાણી નહિ આવવાથી સ્થાનિક વસાહતી ઓ મુશ્કેલીમાં મુકાઇ ગયેલા છે જયારે વિ વીઆઈપી મંત્રીશ્રી ઓ મુખ્ય મંત્રી ના નિવાસ સ્થાને કોઈ ફોલ્ટ હોયતો રાતદિવસ ઉજાગરા કરી સંબંધિત અધિકારીઓ કમૅચારીઓ ખડે પગે તાબડતોડ મરામત કરી ફોલ્ટ શોધી પાણી ચાલુ કરવામાં આવી જાયછે જયારે તકલીફ સામાન્ય લોકો ને પડેછે મિલકત વેરો પાણી વેરો ઞટરવેરો ભરવા છતાં સુખ સુવિધાઓ ના નામે મીડુ સરકારી બંગલાઓમાં રહેતા મંત્રીશ્રીઓ ધારાસભ્યો વગેરે ને તમામ સુવિધાઓ મફત આપવામાં આવે છે છતાં તેઓની રહેણાંક.સુખ સુવિધાઓ ની ફરીયાદો ઝડપથી થઈ જાય છે સામાન્ય વસાહતી ઓની ફરીયાદો નુ ધ્યાન આપવામાં આવતું નથી જે દુઃખદ બાબત છે છેલ્લા બે દિવસ થી પાણી વિના સેકટર પ એ ના વસાહતીઓ ટરવરે છે તેમ છતાં ફરિયાદ રજુઆતો કરવા છતાં પાણી પુરવઠા નુ નધરોરતંત્ર કોઈ કાયૅવાહી હાથ ધરવામાં આવી નથી અને જાહેર રજા નુ બહાનું કાઢી હાથ ઊચા કરી દેવામાં આવેછે સમાટૅસિટી ની સુફિયાણી વાતો કરતી મહાનગર પાલિકા દ્વારા વસાહતીઓને ચુટણી ટાણે ૨૪ કલાક પાણી પુરા ફોસૅથી આપવામાં આવશે તેવી વાહિયાત વાતો કરવામાં આવે છે તયારે સેકટર પ એ ના વસાહતીઓને પીવાના પાણી ના ફાફા છે ૨૪ કલાક નહિ એક કલાક પાણી પુરતા ફોસૅથી આપો તો સારું અત્યારે હાલ છેલ્લા બે દિવસથી અંતિયાર ગામોની માફક ટેનકર થી પાણી મંગાવવામાં આવેછે ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગરમાં પીવાના પાણીની તથા જીવન જરુરિયાત ઘરવપરાશ ના પાણીની મુશ્કેલીઓ છે તો અંતિયાર ગામોની શું દશા હશે તે મોટો પશનછે સત્વરે સેકટર પ એ ની પાણીની લાઈન તપાસી ફોલ્ટ શોધી મરામત કરી પાણી ચાલુ કરવામાં નહિ આવેતો આ કોરો નાની મહામારીમા વસાહતીઓ પાણી પુરવઠા સેકટર ૧૬ કચેરી ખાતે માટલા સરધસ કાઢી આવવા ની ફરજ પડશે જે સંબંધિત અધિકારીએ નોંધ લેવા વિનંતી છે.