તમામ કાયદા, પરિપત્રો, ઠરાવો, આદેશો અહીંથી નીકળે છે, પણ આદેશોનું પાલન GJ-18 માં થતું ન હોય અને તંત્ર ફક્ત ડુંગડુંગિયું વગાડતું હોય તેવો ઘાટ છે ત્યારે GJ-18 ના મુખ્ય રોડ રસ્તા પણ કેરીની પેટી વહેંચવા ફૂટપાથ પર આવવા જવાની જગ્યા બ્લોક કરી નાખી છે. તથા રોડ, રસ્તા પર ૩ પટ્ટામાંથી એક પટ્ટા પર પોતાનો કબજો હોય તે વાહન મૂકી દીધું છે, ત્યારે ઍક્સિડન્ટ થવાનો ભારે ભય હોવા છતાં તંત્ર હટાવવા માટે કેમ સક્ષમ નથી, નગરજનો આવતા જતા એક્સીડેન્ટ થશે તો જવાબદારી કોની?