GJ-૧૮ ખાતે માર્ચ મહીનામાં ચૂંટણીઓની જાહેરાત થઇ હતી. અને ફોર્મ પણ ભરાઇ ગયા અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર પણ શરૂ કરી લીધો હતો. ત્યારબાદ કોરોનાની બાજુ ઘાતક લહેરથી ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી મુલત્વી રાખવી પડી હતી. ત્યારે ભાજપ દ્વારા અત્યારે ચૂંટણી પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. કોરોના કેસો તો ઘટ્યાં પણ મતદારો હાલ શાસકપક્ષથી નારાજ છે. કારણ કે કોરોનાની મહામારીમાં ય્ત્ન-૧૮ ના હજારો નાગરીકો કોરોનામાં સપરડાતા કોઇ કાર્યકર કે નેતા મદદ કરી શક્યો ન હતો, અને ભાજપના જે કાર્યકરો સેવા કરતાં હતા. તે આજે પણ કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસને મહેનત જાેઇએ એટલી કરવી પડે તેવી નથી, ત્યારે આપ પાર્ટી પણ કાઠું કાઢે તો નવાઇ નહીં, કારણ કે કોરોનાની મહામારીમાં આપ પાર્ટી અને તેના કાર્યકરોએ અનેક લોકઉપયોગી કાર્યો કરતાં પ્રથમમાં ઇમેજ નવી ઉભી થઇ છે. ત્યારે ભાજપમાં મનપાનો ભ્રષ્ટ્રાચાર, અને કરોડો નહીં પણ અબજાે રૂપિયા ખર્ચ કરવા છતાં વિકાસના ખસ્તે હાલ જેવા હાલ થયા છે. ત્યારે ફૂટપાથો લઇને અંડરબ્રિઝ, સાફ-સફાઇ, ગટર, પીવાનું પાણીથી લઇને અનેક પ્રશ્નોએ પ્રજા નારાજ હોય તેવું લોકોનું મંતવ્ય દ્વારા જાણવા મળ્યું છે.
કોરોનાની મહામારીમાં ય્ત્ન-૧૮ શહેરમાં દરેક સેક્ટર દીઠ કોરોનાથી પ્રભાવીત નગરીકોને જે સગવડો દવાની મળવી જાેઇએ તે મળી શકી ન હતી, અને પ્રાઇવેટ દવાખાનામાં દાખલ થવામાં પણ કોઇ સત્તાધારી પક્ષના નેતા મદદે ન આવતાં ભાજપનો ગ્રાફ નીચે ગયેલ છે. ત્યારે ભાજપ દ્વારા સેક્ટરોમાં પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધો છે. પણ ચૂંટણી જીતવા અને સત્તા મેળવવી કાઢી છે. કારણ કે મનપા ત્યાર થી આજદિન સુધી ક્યારેય સભાના યુગ્વે ભાજપને પ્રજાએ સોભ્યા નથી, અને ભાજપ દ્વારા જે નવા ચહેરાઓ ચૂંટણીમાં ઉતારતા માર્કેટમાં કોઇ ઓળખતું નથી, ત્યારે જે જુના જાેગીઓએ કામ કરેલા છે, તેમાં મટોાભાગની ટીકીટો કપાઇ જતાં અને તમામ નવા ચહેરાઓ સાથે નો રીપીટની થિયરી અપનાવતાં આ નો રીપીટ ની થીયરી કારગત નિવડે છે, કે નુકશાન કારક? તે આવનારો સમય બતાવશે, બાકી સંગઠન હાલ ભાજપનું ખૂબજ નબળું પડ્યું છે, મનપાનો ભ્રષ્ટ્રાચારથી પ્રજામાં પણ ઇમેજ ઘટી હોય તેવું લોકો પાસેથી ચર્ચા સાંભળવા મળે છે.
ચૂંટણી જીતવા ભાજપે અત્યારથી કેટલી કસરતોથી કોઇ ફાયદો થાય તેવા એંધાણ વર્તાતા નથી, હવે કોરોનાના કેસ ઘટ્યા છે. ત્યારે ભાજપ દ્વારા જાણે કે ચૂંટણીની તૈયારીઓ શરૃ કરાઈ હોય તેમ લાગી રહયું છે. સેકટરોમાં પક્ષના કાર્યકરોની બેઠકો શરૃ કરવામાં આવી છે તો ઉમેદવારોએ પણ વિસ્તારમાં મોં દેખાડવાની શરૃઆત કરી દીધી છે. ત્યારે નજીકના ભવિષ્યમાં ચૂંટણી અંગે જાહેરાત થાય તેવી શક્યતા જાેવાઈ રહી છે.
જે ખુબજ ઘાતક નીવડી હતી. કોરોનાના વધતાં જતાં સંક્રમણના કારણે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પણ મુલત્વી રાખી દેવામાં આવી હતી. જેના કારણે તમામ રાજકીય પક્ષોના ઉમેદવારો ચૂંટણી ભુલીને કોરોનાના ડરથી ભુગર્ભમાં ઉતરી ગયા હતા. એપ્રિલ મહિનામાં જાણે ગાંધીનગર સુનકાર ભાસી રહયું હતું.
હવે ધીરેધીરે કોરોનાનું સંક્રમણ ઘટવા લાગ્યું છે. ગાંધીનગર શહેરમાં કોરોનાના કેસ બે આંકડે આવી ગયા છે ત્યારે ભાજપ દ્વારા કોર્પોરેશનની ચૂંટણીની ફરીવાર તેયારી શરૃ કરવામાં આવી હોય તેમ લાગી રહયું છે. સેકટરે-સેકટરે વોર્ડ બેઠકો શરૃ કરવામાં આવી છે અને ચૂંટણીમાં હવે કેવા પ્રકારનો પ્રચાર કરવો તેમજ કોરોના સંક્રમણ બાદ ભાજપને શું નુકશાન થઈ શકે તેની વિગતો પણ કાર્યકર્તાઓ પાસેથી મેળવવામાં આવી રહી છે. કોરોનાના કારણે લોકોમાં રાજય સરકાર તરફે રોષ ભભુકેલો છે તેમ છતાં ભાજપે ચૂંટણીલક્ષી શરૃ કરેલી તૈયારીઓથી આશ્ચર્ય પણ જાેવા મળી રહયું છે. જાે કે ચૂંટણી પંચ દ્વારા હજુ ચૂંટણી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ ભાજપે કાર્યકર્તાઓની મીટીંગથી તૈયારી હાથ ધરી છે ત્યારે આગામી દિવસોમાં ચૂંટણી અંગે જાહેરાત થાય તો નવાઈ નહીં.