
સુપ્રીમ કોર્ટે આજે વિશ્વવિદ્યાલયોમાં સમાનતાને પ્રોત્સાહન આપતા નિયમો, 2026 પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે. આ નવા નિયમો પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓને અન્યાય થઈ શકે છે.
29 જાન્યુઆરી 2026થી સુપ્રીમ કોર્ટમાં UGC ના નવા નિયમો વિરુદ્ધ દાખલ અરજીઓ પર સુનાવણી શરૂ થઈ છે. અરજીકર્તાના વકીલે કહ્યું- બંધારણે બધાને સુરક્ષા આપી છે. બધા નાગરિકોની રક્ષા થવી જોઈએ. પરંતુ નવો નિયમ ભ્રમિત કરે છે અને સમાજમાં ભેદભાવ પેદા કરે છે. તેમાં માત્ર OBC, SC અને એસટીની વાત કરવામાં આવી છે.અરજીકર્તાના વકિલે કહ્યું કે નિયમ 3(E) માં ભેદભાવની વ્યાખ્યા પહેલાથી છે. તે રહેતા 3 (c) ની શું જરૂર છે. આ સમાજમાં ભેદભાવ પેદા કરે છે. વકીલે કહ્યું- હું આ તબક્કા સિવાય અન્ય ભેદભાવના ઉદાહરણ આપી શકું છું, પરંતુ તેવું કરી રહ્યો નથી.તેના પર ચીફ જસ્ટિસે કહ્યુ- તેની જરૂર નથી. અમે માત્ર તે જોઈ રહ્યાં છીએ કે નવા નિયમ આર્ટિકલ 14 (સમાનતાનો અધિકાર) પ્રમાણે છે કે નહીં.
વકીલે CJI સૂર્યકાંતને કહ્યુ કે હું સેક્શન 3(c) પર પ્રતિબંધની માગ કરી રહ્યો છું. અહીં તે માની લેવામાં આવ્યું છે કે ભેદભાવ માત્ર કેટલાક વર્ગની સાથે થઈ શકે છે. CJI સૂર્યકાંતે કહ્યુ- માની લો કોઈ દક્ષિણ ભારતીય વિદ્યાર્થી ઉત્તર ભારતની કોલેજમાં આવે છે, ત્યાં તેના પર અયોગ્ય ટિપ્પણી થાય છે તો શું 3(e) માં તેના પર વાત કરવામાં આવી છે? વકીલે જવાબ આપતા કહ્યું- હા, એ અમારૂ કહેવું છે કે કેટલીક જાતિઓ માટે અલગથી એક કલમ બનાવવાની જરૂર નથી.UGC ના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અત્યારે 2012 વાળા નિયમ લાગૂ રહેશે. સુપ્રીમ કોર્ટે 19 માર્ચ 2026 સુધી કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. એટલે કે આગામી સુનાવણી 19 માર્ચે હાથ ધરાશે.