ગાંધીનગરના મહિલા અગ્રણી છાયા ત્રિવેદી (એડવોકેટ અને નોટરી) નું કોરોના દરમ્યાન કરેલ સેવા બદલ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માન થયું. ગાંધીનગર જિલ્લા બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી વ્યવસાયે વકીલ અને હાલના ગાંધીનગર મહાનગર કોર્પોરેશનના ભાજપના વોર્ડ નંબર આઠના ઉમેદવાર સુશ્રી છાયાબેન ત્રિવેદીની કોરોનકાળ માં સેવા જેવીકે કોરોના પોઝિટિવ દર્દીઓ ના ઘરે ઘરે જઈને ઘરની અંદરથી કરવું આયુર્વેદિક પોટલી બનાવીને તેનું વિતરણ, ઉકાળા વિતરણ, માસ્ક વિતરણ , જેવી સેવાઓ બદલ લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત થયા. ભારત સહીત સમગ્ર વિશ્વ જયારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં વિવિધ જગ્યાએ લોકો પોતાની શક્તિ પ્રમાણે અને તેનાથી પણ વધારે મદદ કરી રહ્યા છે ત્યારે ગાંધીનગરમાં નગરના મહીલા અગ્રણી છાયાબેન ત્રિવેદી દ્વારા પોતાની શક્તિથી પણ વધારે ઈશ્વર કૃપાથી શક્ય તમામ મદદ કરીને ક્યાંક ને ક્યાંક લોકોની જિંદગી બચાવી રહ્યા છે અને સેવા પરમો ધર્મ ના સૂત્ર ને સાર્થક કરી માનવધર્મ નિભાવી રહ્યા છે. આ તબક્કે લંડન સ્થિત વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા તેમની સમાજ પ્રત્યેની સેવા અને પ્રતિબદ્ધતા બદલ સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થા ના યુરોપના પ્રેસિડેન્ટ વિલિયમ ઝેચલર , ભારતના પ્રેસિડેન્ટ શ્રી સંતોષ શુક્લ , વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિવ્ય ત્રિવેદી , ગુજરાતના પ્રેસિડેન્ટ શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી દ્વારા છાયા ત્રિવેદીનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવેલ અને તેમની સેવાઓની પ્રશંસા કરેલ