કોરોનાની મહામારી બાદ મ્યુકરમાઈસ , નામના રોગ ભરડો લીધો છે . ત્યારે કોરોના કરતાં પણ ઘાતક મ્યુકરમાઈસ બાદ હવે એસ્પરજીલસ નામના રોગ ના લક્ષણો પણ જોવા મળ્યા છે . મ્યુકરમાઈસીસ ના 5 અલગ વેરિયન્ટ શહેરમાં જોવા મળ્યા છે. મ્યુકોરમાઈકોસિસની સાથોસાથ શહેરમાં એસ્પરજીરસના કેસ પણ શહેરના દર્દીઓ માટે ખતરારૂપ બન્યા છે. ફંગસનો શિકાર થતા 20 ટકા દર્દીઓ એસ્પરજીરસના ઝપટમાં આવ્યા હોવાનું તબીબોનો મત છે.
શહેરની સિવિલ, સ્મીમેરની સાથોસાથ કિરણ હોસ્પિટલમાં પણ મ્યુકોરમાઈકોસિસની સારવાર દર્દીઓને આપવામાં આવી રહી છે. ત્યારે દિવસે ને દિવસે વધતા કેસની સાથોસાથ મ્યુકોરમાઈકોસિસના 6 વેરિઅન્ટ અને 200થી પણ વધુ કલર શેડ હોવાનું સામે આવ્યું છે. કિરણ હોસ્પિટલના તબીબો જણાવે છે કે, મ્યુકોરમાઈકોસિસ જે પહેલાં અસ્થમા, કેન્સરના દર્દી કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં થતો હતો તે હવે કોરોના પછી સુગર અને ફ્રી આર્યનનું પ્રમાણ વધવાની સાથે ભેજવાળું વાતાવરણ, સ્વચ્છતાની જાળવણીનો અભાવ અને ઓછી ઈમ્યુનિટીવાળા દર્દીઓને થઈ રહ્યો છે. મ્યુકોરમાઈકોસિસની જેમ જ યલ્લો ફંગસ એટલે કે એસ્પરજીરસ નામક ફંગસ પણ દર્દીઓમાં જોવા મળી રહી છે. સ્થાનિક તબીબોનો મત છે કે, 20 ટકા કેસ એટલે કે મ્યુકોરમાઈકોસિસની તપાસ કરતાં 10 દર્દીઓ પૈકી 02 દર્દી એસ્પરજીરસનો શિકાર થઈ રહ્યા છે.
મ્યુકોરમાઈકોસિસની જેમ જ યલ્લો ફંગસ એટલે કે એસ્પરજીરસ ઘાતકી છે. આ ફંગસ સૂકા વાતાવરણમાં પણ ફેલાવાની શક્યતા રહેલી છે. એમાંયે ખાસ કરીને વાવાઝોડાની સ્થિતિ પછી એસ્પરજીરસના કેસ સામે આવ્યા હોવાનો મત છે.
મ્યુકોરમાઈકોસિસના 5 વેરિઅન્ટ 1. રાઈઝોપસ 2. રાઈઝોમ્યુકર 3.એપસિડીયા 4. સિન્સીફેલાસ્ટ્રો 5. સકસિન્યા
મ્યુકોરમાઈકોસિસના 5 વેરિઅન્ટના દર્દીઓ સારવાર હેઠળ
શહેરના દર્દીઓમાં મ્યુકોરમાઈકોસિસની બાયોપ્સી તપાસ બાદ દેખાયેલા 5 વેરિઅન્ટ પૈકી એફસિડીયા, સિન્સીફેલાસ્ટ્રો અને સકસિન્યા ફંગસની શરીરમાં ફેલાવવાની ગતિ ખૂબ ઝડપી હોઈ છે. કયો વેરિઅન્ટ કયા કારણોસર શરીરમાં જોવા મળે છે, તેની તપાસ ચાલુ હોવાનો તબીબોનો મત છે. આ ૫ વેરિઅન્ટવાળા દર્દીઓ કિરણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાઈઝોપસ અને રાઈઝોમ્યુકર પ્રકારનો વેરિઅન્ટ સૌથી વધુ દર્દીઓમાં જોવા મળે છે.