આ ૧૦ દેશોમાં જનતાએ નથી ભરવો પડતો એક રૂપિયો પણ ઇનકમ ટેક્સ! જાણો કેવી રીતે ચાલે છે આ દેશોની અર્થવ્યવસ્થા અને શું છે ત્યાંની કમાણીનું રહસ્ય

Spread the love

 

ભારતનું બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરવાના છે. હવે ઇકોનોમી પર તેની અસરોને લઈને ચર્ચા ચાલી રહી છે. દરેક બજેટમાં સૌથી વધુ ચર્ચા ટેક્સને લઈને હોય છે. લોકોને આશા હોય છે કે સરકાર ટેક્સમાં રાહત આપીને તેમનો બોજ હળવો કરશે. જોકે, દુનિયામાં એવા પણ ઘણા દેશો છે, જ્યાંની સરકાર પોતાની જનતા પાસેથી ઇનકમ ટેક્સના નામે એક રૂપિયો પણ વસૂલતી નથી.

તેમ છતાં તેમની ઇકોનોમી શાનદાર રીતે ચાલી રહી છે. આજે અમે તમને આવા જ ૧૦ દેશો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

યુનાઇટેડ આરબ અમીરાત (UAE)

આ લિસ્ટમાં સૌથી પહેલું નામ યુનાઇટેડ આરબ અમીરાતનું આવે છે. અહીં પર્સનલ ટેક્સ લાગુ જ કરવામાં આવ્યા નથી. સરકાર પૂરી રીતે વેટ (VAT) જેવા ઇનડાયરેક્ટ ટેક્સ અને અન્ય શુલ્ક પર નિર્ભર છે. ઓઇલ અને ટૂરિઝમને કારણે યુએઈની ઇકોનોમી ખૂબ જ મજબૂત છે.

બહેરીન (Bahrain)

બહેરીનની સરકાર પણ પોતાના લોકો પાસેથી ઇનકમ ટેક્સ વસૂલતી નથી. અહીં પણ દુબઈ જેવી જ વ્યવસ્થા છે. સરકાર ઇનડાયરેક્ટ ટેક્સથી પોતાના ખર્ચ ચલાવે છે. આ સિસ્ટમને કારણે બહેરીનમાં નાના બિઝનેસ અને સ્ટાર્ટઅપ ઝડપથી વધી રહ્યા છે અને ઇકોનોમી સારું પ્રદર્શન કરી રહી છે.

કુવૈત (Kuwait)

કુવૈત પણ ટેક્સ ફ્રી કન્ટ્રી છે. અહીં ઇનકમ ટેક્સ લાગતો જ નથી. કુવૈતની ઇકોનોમી તેલ પર નિર્ભર છે, તેથી સરકારને લોકો પાસેથી ટેક્સ લેવાની કોઈ જરૂર નથી.

સાઉદી અરેબિયા (Saudi Arabia)

સાઉદી અરેબિયાએ પણ દેશમાં ઇનકમ ટેક્સ અને ડાયરેક્ટ ટેક્સથી પોતાના લોકોને મુક્ત રાખ્યા છે. દેશની ઇકોનોમી ઇનડાયરેક્ટ ટેક્સ સિસ્ટમથી સારી રફ્તારથી દોડી રહી છે.

ધ બહામાસ (The Bahamas)

બહામાસની અર્થવ્યવસ્થા ટૂરિઝમ પર નિર્ભર છે. આ દેશ પોતાના લોકો પાસેથી ઇનકમ ટેક્સ લેતો નથી. દર વર્ષે દુનિયાભરમાંથી લોકો અહીં ફરવા આવે છે, જેના કારણે દેશની ઇકોનોમી સારી રીતે ચાલી રહી છે.

બ્રુનેઈ (Brunei)

આ ઇસ્લામિક દેશમાં તેલના અખૂટ ભંડાર છે. અહીંની સરકાર લોકો પાસેથી ટેક્સ લેવો જરૂરી જ સમજતી નથી.

કેમેન આઇલેન્ડ્સ (Cayman Islands)

ઉત્તર અમેરિકામાં આવેલો આ દેશ ટૂરિઝમ દ્વારા પોતાની ઇકોનોમી ચલાવી રહ્યો છે. લોકો અહીં પોતાની રજાઓ મનાવવા આવે છે. આ બહુ સુંદર દેશ છે. અહીંની સરકાર પોતાની જનતા પાસેથી ઇનકમ ટેક્સ વસૂલતી નથી.

ઓમાન (Oman)

ઓમાન પણ બહેરીન અને કુવૈતની જેમ પોતાના નાગરિકો પાસેથી ટેક્સ લેતું નથી. તેઓ તેલ અને ગેસ વેચીને પોતાની ઇકોનોમી મજબૂત રીતે ચલાવી રહ્યા છે.

કતાર (Qatar)

કતાર પણ પોતાના પડોશી ખાડી દેશોની જેમ ઓઇલ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર કરે છે. તેથી અહીં પણ જનતા પાસેથી ઇનકમ ટેક્સ વસૂલવામાં આવતો નથી. આ દેશ નાનો હોવા છતાં બહુ અમીર છે.

મોનાકો (Monaco)

આ યુરોપમાં આવેલો એક નાનકડો દેશ છે. અહીંની ઇકોનોમી બહુ મજબૂત છે. આ દેશ ટૂરિઝમથી પૈસા કમાય છે, જેના કારણે તે જનતા પાસેથી ટેક્સ લેવા પર નિર્ભર નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *