હેરોઈન કેસમાં SOG ASI લક્ષ્‍‍મીકાંત દેસાઈની ધરપકડ, જાણો સમગ્ર મામલો

Spread the love

 

  • Vadodara Heroin Case માં SOG ASI લક્ષ્‍મીકાંત દેસાઈની ધરપકડ
  • 9 જાન્યુઆરીએ રેલવે સ્ટેશનથી 239.940 ગ્રામ હેરોઈન ઝડપાયું હતું
  • 48 લાખથી વધુનો મુદ્દામાલ SMC પોલીસે જપ્ત કર્યો હત

Vadodara Heroin Case: વડોદરા શહેરના બહુચર્ચિત ડ્રગ્સ કેસમાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.9 જાન્યુઆરીના રોજ વડોદરા રેલવે સ્ટેશન (Vadodara Railway Station) પાસેથી ઝડપાયેલા 239.940 ગ્રામ હેરોઈન (Heroin) કેસની તપાસમાં આશ્ચર્યજનક વિગતો સામે આવી છે.

આ કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ – SMC (State Monitoring Cell) દ્વારા 48 લાખથી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ઊંડી તપાસ કરતા SOGના ASI લક્ષ્‍મીકાંત દેસાઈ (Laxmikant Desai) ની ધરપકડ કરવામાં આવી છે.

Vadodara Heroin Case:ASI હતા ડ્રગ્સ પેડલર સીધા સંપર્કમાં!

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી લક્ષ્‍મીકાંત દેસાઈ મુખ્ય ડ્રગ્સ પેડલર અમરીકસિંહ મલ્હી (Amriksingh Malhi) સાથે સીધા સંપર્કમાં હતા. ASI દેસાઈ પોતાની ફરજ નિભાવવાને બદલે ડ્રગ્સ પેડલરને પોલીસની નજરમાંથી બચાવવા માટે ‘સેફ પેસેજ’ (Safe Passage) પૂરો પાડતા હતા. પોલીસ રેકોર્ડ અને ટેકનિકલ સર્વેલન્સ મુજબ, છેલ્લા એક વર્ષમાં ASI દેસાઈએ ડ્રગ્સ પેડલર સાથે 125 થી વધુ વખત ટેલિફોનિક વાતચીત કરી હતી. આ આંકડો સ્પષ્ટ કરે છે કે પોલીસ અધિકારી અને ગુનેગાર વચ્ચેના સંબંધો કેટલા ગાઢ હતા.

3 ફોન જપ્ત, ડમી કાર્ડથી કાંડ

વધુમાં, તપાસ એજન્સીએ લક્ષ્‍મીકાંત દેસાઈ પાસેથી ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. ચોંકાવનારી વાત એ છે કે, તેઓ તપાસથી બચવા માટે ડમી સિમકાર્ડ (Dummy SIM Card) ધરાવતા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હતા. અગાઉ તેઓ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ – DCB (Detective Crime Branch) માં ફરજ બજાવતા હતા, જ્યાંથી તેમની બદલી કચ્છ (Kutch) ખાતે કરવામાં આવી હતી. માત્ર છ મહિનામાં નિવૃત્ત થનાર લક્ષ્‍મીકાંત દેસાઈએ નિવૃત્તિના આરે કાયદાના રક્ષક બનવાને બદલે ભક્ષકની ભૂમિકા ભજવી હતી. હાલમાં પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે કે આ નેટવર્કમાં અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ.

ASI લક્ષ્‍મીકાંત દેસાઈની ધરપકડ

વડોદરામાં 48 લાખના હેરોઈન કેસમાં SMC પોલીસે SOG ના ASI લક્ષ્‍મીકાંત દેસાઈની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે ASI દેસાઈ ડમી સિમકાર્ડ દ્વારા ડ્રગ્સ પેડલર અમરીકસિંહના સંપર્કમાં રહી તેને સુરક્ષિત માર્ગ આપતા હતા. નિવૃત્તિના આરે પહોંચેલા આ પોલીસ કર્મીની સંડોવણીથી પોલીસ તંત્રની છબી ખરડાઈ છે અને વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *