
શિક્ષકે વિદ્યાર્થીનીને લાફો મારતા કાનનો પડદો તૂટી જતા ત્રણ વર્ષ ત્રણ મહિનાની શિક્ષકને જેલની સજા, 25000 દંડ, jja ની કલમ 75 માં બીજી એક વર્ષ સજા, 25000 દંડ

રાજ્યમાં ઘણીવાર શિક્ષકો વિદ્યાર્થીને માર મારવાના અનેક બનાવો ચોપડે નોંધાય છે, ઘણીવાર સમાધાન થઈ જતું હોય છે બાકી ન્યાયતંત્ર માટે જજુમતો કિસ્સો કહી શકાય, દીકરીનો કાનનો પડદો તૂટી જતા પિતાએ ન્યાય માટે છેક સુધી લડ્યા અને પાંચ વર્ષે ન્યાય મળ્યો
પ્રાપ્ત વિગતો અનુસાર તારીખ 1/1/2020 ના રોજ વસંત કુંવરબા શાળામાં ધોરણ નવ માં અભ્યાસ કરતી કિંજલ આઠ દંતાણી, ઉંમર વર્ષ 14 ના હોય તેમના વિજ્ઞાન વિષયના શિક્ષક પારૂલબેન રજનીકાંત પટેલ રહે સેક્ટર 28 કોલવડા નગર સોસાયટી, gj 18 ના હોય એ વર્ગખંડમાં હોમવર્ક કેમ નથી કરેલ તેમ કઈ કિંજલને જોડતી ડાબા કાન ઉપર એક લાફો મારેલ બીજો લાફો હાથ ઉપર મારેલ અને વર્ગખંડ માંથી બહાર ઊભા રહેવાની ફરજ પાડેલ અને ક્લાસમાં આવા દીધેલી નહીં, ત્યારબાદ કિંજલ વર્ગખંડની બહાર કાન ઉપર વાગતા પોતે રડી રહી હતી અને એક કાને સંભળાતું ન હોય તેવું લાગતા અને કાનમાં અસાઇ દુખાવો થતાં તેણે આચાર્ય ને જાણ કરેલ અને આચાર્ય કિંજલ ના પિતાને બોલાવેલ અને ત્યારબાદ દવાખાને લઈ જવામાં આવતા ડોક્ટરો દ્વારા જણાવેલ કે કિંજલનો કાનનો પડદો તૂટી ગયેલ છે જેથી કિંજલ ના પિતાએ સેક્ટર 21 પોલીસ સ્ટેશન ખાતે શાળાના શિક્ષક પારૂલબેન રજનીકાંત પટેલને વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસ ફરિયાદ બાદ સદર કેસ જીજે 18 ની ત્રીજા એડી. ચીફ. જ્યુડિશિયલ. મેજિસ્ટ્રેટ હિમાંશુ ચૌધરી સાહેબની કોર્ટમાં ચાલી જતા અને તમામ પુરાવાઓ સાક્ષીઓ તપાસીયા બાદ આ કામના આરોપી પટેલ પારુલબેન રજનીકાંત પટેલને આઇપીસી કલમ 325 મુજબ ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની સજા તથા ૨૫ હજારનો દંડ તથા જુએ લાઇન જસ્ટિસ એક્ટરની કલમ 75 મુજબ એક વર્ષની સજા અને 25,000 નો દંડ હુકમ કરવામાં આવેલ છે, ત્યારે પીળી દીકરીના પિતા અને પાંચ વર્ષે ન્યાય મળતા સરકારી વકીલ હસમુખભાઈ પી ચૌધરી નો આભાર માન્યો હતો, ત્યારે પીડિતાના વકીલ તરીકે હસમુખ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા