શું સોનું ફરી તૂટશે? અમેરિકાના સમાચારથી બજારમાં ગભરાટ રિકવરી છતાં ‘ખતરો’ હજુ ટળ્યો નથી

Spread the love

 

મુંબઈના બુલિયન બજારમાં ગયા સપ્તાહના લોહીયાળ કડાકા બાદ મંગળવારે, 3 February ના રોજ રોકાણકારોને મોટી રાહત મળી છે. સોના અને ચાંદીના ભાવમાં શાનદાર ‘રિકવરી’ (Recovery) નોંધાઈ છે. MCX પર કારોબારની શરૂઆત થતાની સાથે જ બંને કિંમતી ધાતુઓ મજબૂતી સાથે ખૂલી હતી. જોકે, બજારના જાણકારો રોકાણકારોને સાવચેત કરી રહ્યા છે કે આ ઉછાળો જોઈને તરત જ હરખાઈ જવું નહીં, કારણ કે બજારમાં જોખમ હજુ પૂરેપૂરું ટળ્યું નથી.સોનાના ભાવમાં મંગળવારે તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. MCX પર એપ્રિલ ડિલિવરીવાળું સોનું જબરદસ્ત તેજી સાથે ₹1.48 Lakh પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું, જે આગલા બંધ કરતા લગભગ ₹4,000 ઉપર હતું. જેમ જેમ દિવસ આગળ વધ્યો તેમ લેવાલી નીકળતા ભાવ ₹1.49 Lakh ની સપાટી પણ કુદાવી ગયો હતો. આશરે 3.8% સુધીનો વધારો નોંધાતા ગભરાયેલા રોકાણકારોને થોડો હાશકારો થયો છે. સોનાના ભાવમાં મંગળવારે તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. MCX પર એપ્રિલ ડિલિવરીવાળું સોનું જબરદસ્ત તેજી સાથે ₹1.48 Lakh પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું, જે આગલા બંધ કરતા લગભગ ₹4,000 ઉપર હતું. જેમ જેમ દિવસ આગળ વધ્યો તેમ લેવાલી નીકળતા ભાવ ₹1.49 Lakh ની સપાટી પણ કુદાવી ગયો હતો. આશરે 3.8% સુધીનો વધારો નોંધાતા ગભરાયેલા રોકાણકારોને થોડો હાશકારો થયો છે. સોના કરતા ચાંદીમાં રિકવરી વધુ ઝડપી અને આક્રમક રહી હતી. માર્ચ કોન્ટ્રાક્ટ માટે ચાંદી ₹2.45 Lakh પ્રતિ કિલો પર ખૂલી હતી અને જોતજોતામાં ₹2.53 Lakh સુધી પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં સીધો 7% થી વધુનો તોફાની ઉછાળો નોંધાયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ગયા સપ્તાહે ચાંદીમાં અતિશય વેચવાલી (Oversold) થઈ હતી, જેના કારણે હવે નીચા મથાળે વેલ્યુ બાઈંગ નીકળ્યું છે. સોના કરતા ચાંદીમાં રિકવરી વધુ ઝડપી અને આક્રમક રહી હતી. માર્ચ કોન્ટ્રાક્ટ માટે ચાંદી ₹2.45 Lakh પ્રતિ કિલો પર ખૂલી હતી અને જોતજોતામાં ₹2.53 Lakh સુધી પહોંચી ગઈ હતી. આમ, ચાંદીમાં સીધો 7% થી વધુનો તોફાની ઉછાળો નોંધાયો હતો. નિષ્ણાતોનું માનવું છે કે ગયા સપ્તાહે ચાંદીમાં અતિશય વેચવાલી (Oversold) થઈ હતી, જેના કારણે હવે નીચા મથાળે વેલ્યુ બાઈંગ નીકળ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *