ગુજરાતમાં GSSSBની બમ્પર ભરતી: 5000થી વધુ જગ્યાઓ માટે મોટી જાહેરાત, જાણો કઈ રીતે કરશો અરજી

Spread the love

 

ગુજરાતમાં સરકારી નોકરી ઈચ્છુકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વિવિધ સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ગ્રુપ A અને ગ્રુપ Bની કુલ મળીને 5000થી વધુ જગ્યાઓ ભરવામાં આવશે.

GSSSBની ભરતીને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે, જેમાં વહીવટી અને કાર્યાલય સંબંધિત વિવિધ પદોનો સમાવેશ થાય છે.જેમાં ગ્રુપ Aમાં કુલ 2,365 જગ્યાઓ અને ગ્રુપ Bમાં કુલ 3,005 જગ્યાઓનો સમાવેશ થાય છે. GSSSBની ભરતીની ખાલી પડેલી જગ્યાઓનું વિગતવાર વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં જુનિયર ક્લાર્કમાં 3,005, કલેક્ટર કચેરી ક્લાર્કમાં 1,600, સિનિયર ક્લાર્કમાં 503, સમાજ કલ્યાણ નિરીક્ષકમાં 125, હેડ ક્લાર્કમાં 134 અને કાર્યાલય અધિક્ષકમાં 03 જગ્યાઓનો સમાવેશ કરાયો છે.

જાણો કઈ રીતે કરશો અરજી, જાણો મહત્વની તારીખો
ગુજરાતના ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓનલાઇન રહેશે. ફોર્મ ભરવાની શરૂઆત 5 ફેબ્રુઆરી અને અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી છેલ્લી છે.

કેવી રીતે અરજી કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારો નિર્ધારિત સમયમર્યાદામાં OJAS (Online Job Application System) ની વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરી શકશે. છેલ્લી ઘડીએ કોઈ ટેકનિકલ સમસ્યાથી બચવા માટે વહેલી તકે ફોર્મ ભરી દેવું હિતાવહ છે. તમને જણાવી દઈએ કે પરીક્ષા પદ્ધતિ, વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે મંડળની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ નોટિફિકેશન રજૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *