સુરત શહેરના સરથાણા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને કારના નકલી સ્પેરપાર્ટ્સ વેચવાના એક મોટા નેટવર્કને તોડી પાડ્યું છે. જાણીતી ઓટોમોબાઈલ કંપનીઓના નામે ડુપ્લીકેટ માલ પધરાવી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા ત્રણ શખ્સોને પોલીસે અંદાજે 18.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
નામી કંપનીઓના પેકિંગમાં નકલી સ્પેરપાર્ટ્સ ભરીને તેને અસલ કહીને વેચવામાં આવતા હતા.
કઈ બ્રાન્ડ્સના નામે થતો હતો વેપલો?
આ ટોળકી મુખ્યત્વે બજારમાં સૌથી વધુ ડિમાન્ડ ધરાવતી બ્રાન્ડ્સને ટાર્ગેટ કરતી હતી:
– મારુતિ સુઝુકી (Maruti Suzuki)
– હ્યુન્ડાઈ (Hyundai)
– ફોક્સવેગન (Volkswagen)
પોલીસ કાર્યવાહી અને મુદ્દામાલ
પોલીસે બાતમી મુજબ દરોડો પાડીને કાર્યવાહી કરી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ૩ મુખ્ય શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ઓઈલ ફિલ્ટર, એર ફિલ્ટર, બ્રેક પેડ અને અન્ય સ્પેરપાર્ટ્સ સહિત કુલ ૧૮.૭૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. કંપનીઓના હોલોગ્રામ અને માર્કાવાળા નકલી બોક્સ પણ મોટી સંખ્યામાં મળી આવ્યા છે.