GJ -૧૮ મનપાની ચૂંટણી માર્ચ મહિનામાં જાહેર થયા બાદ ફોર્મ પણ ભરાઈ ગયા હતા અને પ્રચાર પ્રસાર પણ શરૂ થઈ ગયો હતો પણ કોરોનાની મહામારી માં કેસો વધતાં સરકારે આખરે ચૂંટણી મુલતવી રાખવા તથા GJ -૧૮ ની સામાજિક સંસ્થાઓએ પણ પત્ર પાઠવતા ચૂંટણી મુલતવી રાખવા સીએમ રૂપાણી એ પણ ચૂંટણી પંચને પત્ર પાઠવીને ચૂંટણી પ્રક્રિયા હાલ સ્થગિત કરવા ભલામણ હોય તેમ તમામ લોકોની રજૂઆતના પગલે આખરે ચૂંટણી પણ છે ચૂંટણી મુલતવી થઈ હતી ત્યારે હાલ સત્તાના સૂત્રો માટે વહીવટદારની નિમણૂક કરી દેવામાં આવી છે ત્યારે વહીવટદાર તરીકે ય્ત્ન-૧૮ મનપાના કમિશનરને મૂકવામાં આવ્યા છે
ય્ત્ન-૧૮ ની કોરોનાની મહામારી પહેલા સત્તાધારી પક્ષ એવા ભાજપ દ્વારા ગુજરાતમાં દરેક જગ્યાએ કેસરિયો લહેરાયો એટલે નો રીપીટ ની થિયારીથી તમામ મોટા માથાઓથી લઈને સીનીયરોની ટિકિટો પણ કપાઈ ગઈ હતી ત્યારે આમાં જે લોકો ગુડવર્ક કરનારા હતા તેમની પણ છટણી થઇ હતી, ત્યારે પેટા ચુંટણીમાં જીતેલા પ્રણવ પટેલ ફક્ત બે વર્ષ માટે જ નગરસેવક બન્યા હતા ત્યારે તેમને રીપીટ કરવા કે નહીં તે પ્રશ્ન સર્જાયો હતો અને તેમને પણ નો-રિપીટ માં મૂકી દેતા નગરસેવક પટેલે પોતે બે વર્ષ માટે નવા ઉમેદવાર અને નવા વરરાજા હવે જૂનામાં ગણાય ગયા હતા ત્યારબાદ ય્સ્ઝ્ર નો ભ્રષ્ટાચારથી ય્ત્ન-૧૮ ખાતે ભાજપની છબી ને પૂર્વે મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ પ્રચાર આવતો હતો ત્યારે પણ ભાજપ સત્તાના સૂત્રો નહીં સંભાળે તેવી ચાર્ટીસ્ટો દ્વારા આગાહી કરી દેવામાં આવી હતી અને ચૂંટણી મુલતવી રહ્યા બાદ પણ ભાજપને હવે વધારે કપરા ચઢાણ પણ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે
ભાજપ સત્તાધારી પક્ષ હોય અને ખૂણા ની મહાકાળી માં GJ -૧૮ ના મોટાભાગના નાગરિકોને હોસ્પિટલ થી લઈને કોરોનાની મહામારી માં ઓક્સિજન દાખલ કરવાથી લઇને અનેક સમસ્યાઓ, ફરિયાદો રજૂઆતો કરવા છતાં કોઇ નેતા ડોકયુ નહીં અને કોઈ નેતાઓએ મદદ કરી શક્યું નહીં અને ય્ત્ન-૧૮ ખાતે હજારો સ્વજનો સગા સંબંધીઓ મિત્રો કોરોનાની મહામારી માં અવસાન પામતા ભાજપનો ગ્રાફ સડસડાટ નીચે ગયો છે ત્યારે ભાજપ હવે નવા ચહેરાઓને જે ટિકિટ આપી હે તેના ઉપર જીત મેળવવા થાનગની રહ્યું હોય તો જંગલમેં મોર નાચા કિસને દેખા જેવો ઘાટ સર્જાયો જેમાં બેમતથી ત્યારે ભાજપને હવે સત્તા હાંસલ કરવી જ હોય તો જૂના ચહેરામાંથી ૨૫% ચુની ચુનીને ટિકિટો આપવી પડે, બાકી ગરબો ઘરે આવે તેવી પૂરી શક્યતા છે કોંગ્રેસ અને આપ પાર્ટી ને અત્યારે શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં પકકડ મજબૂત કરી રહી છે, ભાજપમાં જે ઉમેદવાર જીતશે તે ભાજપના લેબલ કરતાં વધારે પોતાની ઇમેજ અને તાકાતથી જીતશે, બાકી કોરોનાની મહામારીમાં લોકોને બેડ જાેતા હતા, ઓક્સિજન થી લઇને દવાઓ માં પણ નેતાઓ મદદ નથી કરી શક્યા, ત્યારે ભાજપ માટે હાલ કપરા ચઢાણ છે, ભાજપનું સંગઠનમાં જે પહેલાં સંગઠન નિંમવામાં આવ્યું હતું. તેમાં મોટાભાગના લોકો ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે ભાજપમાં નવા ચહેરાઓ કેટલા આવ્યા? હા નવા ચહેરાઓ આવ્યા ખરા? પણ મોટાભાગના ઉમેદવારો તો ચૂંટણી જીતશે કેવી રીતે? જે લોકો હોદ્દા ઉપર હતા, અને નગરસેવક હતા તેમણે કરેલા કામો થકી ચૂંટણી જીતવા કમર કસાય તેમ હતી, ત્યારે ભાજપ પાસે કોઇ ચહેરો હાલ ચૂંટણી જીતવા મજબુત છે ખરો? સંગઠનમાં જાેવા જઇએતો જુના ચહેરા જાેવા મળે છે, અને નવા ચહેરાઓ જે આવ્યા છે, તે હાલ તો ઘોડાની જેમ તબડક તબડક દોડે છે, પણ સમય જતાં હવે શાંત થઇ ગયા છે, જુના ચહેરાઓ મોટાભાગના ગાયબ અને દૂર થઇ ગયા છે, આવનારી વિધાનસબાની ચૂંટણીમાં ભાજપ જીતસે કે કેમ? તે તો યર્થાર્થ પ્રશ્ન છે પણ GJ-૧૮ મનપાની ચૂંટણીમાં જીતવું એટલુંજ કઠીન છે.ભાજપને હવે ચૂંટણીમાં જીતવું હોયતો ભાજપ પાસે એક બે મોટા બાહુબલી ચહેરા છે, જે પેન પણ જીતાડીને અને તેમના લેબલથી અનેક લોકો તરી શકે તેમ છે, બિનવિવાદી, તથા તમામ સાથે સંબંધો ધરાવતા અને પ્રજા સેવક એવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવે તો જ સત્તાના યુગો સોભાવી શકાય તેમ છે. નવા ચહેરાઓ ને ક્યાંય કોઇ ઓળખતું નથી, જે ચહેરાઓને ટીકીટો આપવાની હતી, તેમાં તેમની ધર્મપત્નીઓને ટીકીટ આપી દેતાં ચૂંટણી જીતવા અનેક પાપડ તળવા પડે તેવી સ્થિતિ છે. ભાજપ દ્વારા સંગઠન નવું જાહેર કર્યું પણ નવા ચહેરાઓ ક્યાં? મોડીફાઇડ થયેલા ચહેરાઓ જાેવા મળી રહ્યા છે. એકબીજાની ભલામણ, ધંધાર્થી, વેપારી જેવું સેટીંગ ડોટ કોમ? મોટાભાગના હવે પક્ષની ઘૂરાને આગળ વધારવા નહીં પણ ભાજપમાં કોન્ટ્રાક્ટ મેળવવા જાેઇન્ટ થયા હોવાની લોકોમાં ચર્ચા, અત્યારે GJ-૧૮ ખાતે મોટાભાગના નગરસેવકો, તેમના સગાઓ, કાર્યકરો થી લઇને હોદ્દેદારોના સગાઓના મોટાભાગના કોન્ટ્રાક્ટ, ત્યારે ભારતીય જનતા પાર્ટી કે પછી ભારતીય કોન્ટ્રાક્ટર પાર્ટી,ત્યારે આ કોન્ટ્રાક્ટર પાર્ટીના કારણે ભાજપની ઇમેજ બગડી છે. અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો સરકાર મૂકવવા છતાં કામના નામે મીંઠુ અને નામ બગડે ભાજપનું તેવી સ્થિતિ સર્જાઇ છે, પછી ભલેને અંડરબ્રિઝ, સે-૨૧નું ફૂટપાથ, રોડ, રસ્તા, પેવર બ્લોક, ખુરશી, લાંકડા, તિજાેરી, પંખા કૌભાંડ જે કેમ ન હોય?