કૉવેક્સિનના ઉત્પાદનમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે : શ્રી વિજયભાઈ રૂપા

Spread the love

ગુજરાત અને સમગ્ર દેશની વેક્સિનની માંગને પહોંચી વળવામાં ગુજરાત સરકારનું ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અત્યંત મહત્વની ભૂમિકા ભજવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સતત પરામર્શ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે આજે હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ અને ઑમ્નિBRx ટેકનોલોજીઝ સાથે મળીને ગુજરાતમાં વેક્સિન માટે જરૂરી ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે ભારત બાયોટિક લિમિટેડ સાથે એમઓયુ કર્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત કૉવેક્સિનના ઉત્પાદનમાં અત્યંત મહત્વના ડ્રગ સબસ્ટાન્સનુ ઉત્પાદન કરીને ભારતમાં વેક્સિન ઉત્પાદન અને વિસ્તરણમાં મહત્વનું યોગદાન આપશે. ભારત સરકારે સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ સહયોગ સાથે સમર્થન આપ્યું છે એટલું જ નહીં, આ સમગ્ર પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગે પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

વેક્સિન ઉત્પાદન એ અત્યંત જટિલ અને લાંબી પ્રક્રિયા છે અને તેથી જ તે નિયંત્રિત માત્રામાં થાય છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, જો આયોજનબદ્ધ રીતે જ બધું પાર પડયું તો ઓગસ્ટ 2021 થી પ્રતિમાસ 20 મિલિયન વેક્સિન ડોઝનું નિર્માણ થઈ શકે એટલી ક્ષમતાના મટિરિયલનું ઉત્પાદન ગુજરાતમાં થશે.

વેક્સિનેશનથી જ કોરોના વાયરસ સામે રક્ષણ મળી શકે એવી સ્થિતિ છે ત્યારે વેક્સિનેશન ટેકનોલોજીના ઉત્પાદનમાં વૃદ્ધિ કરવી અનિવાર્ય છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના આ એમઓયુથી ગુજરાતમાં ડ્રગ સબસ્ટાન્સના જથ્થાબંધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થશે. પરિણામે વેક્સિનના ઉત્પાદનમાં વૃદ્ધિ થશે અને ગુજરાત અને ભારતના નાગરિકો માટે ઉપલબ્ધ થઇ શકશે.

ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગની સ્વાયત્ત સંસ્થા- ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર ભારત બાયોટિક લિમિટેડની ટેકનોલોજીના સ્થળાંતરણ માટે માર્ગદર્શક, સલાહકાર અને સહયોગી તરીકે અત્યંત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. જ્યારે હેસ્ટર બાયોસાયન્સિઝ લિમિટેડ કોવેક્સિન માટે ઉપયોગી એવા ડ્રગ સબસ્ટાન્સના ઉત્પાદન માટે યોગ્ય અને જરૂરી બાયોસેફટી લેવલ-3 કક્ષાની લેબોરેટરીનું નિર્માણ કરશે, એટલું જ નહીં જરૂરી નિયમનકારી મંજૂરીઓ પણ મેળવશે. જ્યારે ઑમ્નિબીઆરએક્સ ટેકનોલોજી સપોર્ટર તરીકે ફરજ બજાવશે.

વર્તમાનમાં ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર અને ગુજરાત સરકાર માર્ગદર્શક અને સહયોગીની ભૂમિકામાં છે. ગુજરાત સરકાર કોઈ કંપની કે ઉત્પાદકને આર્થિક સહયોગ નહીં આપે, પરંતુ ઉત્પાદન વેળાએ ભારત બાયોટેક લિમિટેડ સાથે વેક્સિનના જરૂરી જથ્થાની ખરીદી માટે કરાર કરી શકે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે કોરોના વાયરસ સંદર્ભે વિવિધ સંશોધનો કર્યા છે. કોરોના વાયરસ ની ઉત્પતિ, ઉત્ક્રાંતિ, અસરકારકતા, ડ્રગના સંભવિત લક્ષ્ય અને વેક્સિનેશન નિર્માણ માટે આ સંસ્થાએ જીનોમ સિક્વન્સિગ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી અને એપ્રિલ 2020માં જીનોમ સિક્વન્સિગ પૂર્ણ કરનાર ભારતની બીજી લેબ બની હતી. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 1100 થી વધુ સાર્સ કૉવિડ જીનોમ સિક્વન્સ તૈયાર કર્યા છે. આયુષ મંત્રાલયની ભલામણથી આ સંસ્થાએ 200થી વધુ આયુર્વેદિક ઔષધિની કોવિડમાં ઈન-સિલિકો અસરકારકતા વિષે સંશોધનો કર્યા છે, એટલું જ નહીં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકારના દૂરંદેશીભર્યા અભિગમને કારણે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરે covid-19 માટેની વેક્સિન અને ડાયગ્નોસ્ટિક્સ વિકસાવવા હેસ્ટર બાયોસાયન્સિઝ પ્રાઇવેટ લિમિટેડ, સુપ્રાટેક લેબોરેટરી અને વેકરીયા હેલ્થ કેર સાથે એમઓયુ પણ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com