પાકિસ્તાને બલુચિસ્તાનના 40% ભાગ પરથી નિયંત્રણ ગુમાવ્યું, ખ્વાજા આસિફે કહ્યું- સેના વિકલાંગ થઇ

Spread the love

 

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફે નેશનલ એસેમ્બલીમાં પોતાની જ સેનાની પોલ ખોલી છે તેમણે સોમવારે સંસદમાં એક મોટી કબુલાત કરી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાની સેના બલુચિસ્તાન પ્રાંતનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે અસમર્થ સાબિત થઈ રહી છે. બલુચિસ્તાનમાં ક્રૂર બળવાખોર હુમલાઓ પછી સરકારની લાચારી દુનિયા સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં પાકિસ્તાની સૈનિક બ્લુચ વિદ્રોહિયોના ડરથી પોતાની પોસ્ટ છોડી ભાગતા જોવા મળ્યા હતા. આટલી મોટી અને વિશાળ ક્ષેત્ર પર પ્રભાવી નિયંત્રણ કરવું સેના માટે અઘરું થયું છે. ખ્વાજા આસિફે સંસદમાં પોતાની લાચારી વ્યક્ત કરતા કહ્યું કે, બ્લુચિસ્તાન પાકિસ્તાનના કુલ ભૌગલિક ક્ષેત્રનો 40 ટકાથી વધારે છે. આટલા મોટા વિશાળ ક્ષેત્ર પર પ્રભાવી નિયંત્રણ કરવું સેના માટે મુશ્કેલ થયું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, અમારા સૈનિકો ત્યાં તૈનાત હતા પરંતુ તેઓ આટલા વિશાળ વિસ્તારનું પેટ્રોલિંગ અને રક્ષા કરવા માટે “શારીરિક રીતે અસમર્થ” છે. ગીચ વસ્તીવાળા શહેરોની તુલનામાં, આ ઉજ્જડ અને પર્વતીય ભૂપ્રદેશ પાકિસ્તાની સેનાની ક્ષમતાની બહાર છે.
સંરક્ષણ પ્રધાને બીજો એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. બલૂચ બળવાખોરો પાસે પાકિસ્તાની સેના કરતા ઘણા વધુ અદ્યતન અને મોંઘા શસ્ત્રો છે. તેમના મતે, દરેક બળવાખોર આશરે 2 મિલિયન રૂપિયાની કિંમતની રાઇફલ અને 4,000 થી 5,000 ડોલરની કિંમતની થર્મલ અને લેસર સિસ્ટમનો ઉપયોગ કરે છે. દરેક વિદ્રોહીઓ પાસે આશરે 20,000 ડોલર (આશરે 1.7 મિલિયન ભારતીય રૂપિયા) ની કિંમતનું સંપૂર્ણ લડાઇ ગિયર પેકેજ છે. આધુનિક ટેકનોલોજી અને નોંધપાત્ર ભંડોળ સાથે, બળવાખોરો પાકિસ્તાની સેના પર પ્રભુત્વ મેળવી રહ્યા છે, જેનાથી પાકિસ્તાનના પતનનું જોખમ વધુ વધી રહ્યું છે. તમને જણાવી દઈએ કે BLL એ અત્યાર સુધીમાં 3 દિવસના સંઘર્ષમાં 200 થી વધુ પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.ખ્વાજાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે BLA લડવૈયાઓએ બલુચિસ્તાનના 15 થી વધુ શહેરો પર કબજો જમાવી લીધો છે અને 200 થી વધુ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. પાકિસ્તાને ખુલ્લેઆમ સ્વીકાર્યું છે કે પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં તેની અસમર્થતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *