120 ડોલરે પહોંચેલો ચાંદીનો ભાવ 65 ડોલર પર સરકયો

Spread the love

 

સોના-ચાંદીના ભાવોમાં મંદીનો નવો દૌર શરૂ થયો હોય તેમ ફરી કડાકા-ભડાકા રહ્યા છે. આજે પણ સોના-ચાંદી વધુ ગગડયા હતા. ચાંદીનો ભાવ ગત મહિને 120 ડોલરને આંબી ગયો હતો તે 65 ડોલર સુધી સરકી ગયો છે. અર્થાત ભાવ અડધા જેટલા થઇ ગયા છે.
ભારતીય કોમોડીટી માર્કેટમાં આજે પ્રારંભિક કામકાજમાં ચાંદીનો ભાવ વધુ 9,300 તુટયો હતો અને 2,34,500 સાંપડયો હતો. નીચામાં 2,29,187 થયો હતો. વિશ્વ બજારમાં ભાવ એક તબકકે 65 ડોલરની નીચે ઉતરી ગયો હતો જે છેલ્લા દોઢ મહિનાનો સૌથી નીચો ભાવ હતો.
ગઇકાલે ચાંદીનો વૈશ્વિક ભાવ 19 ટકા ગગડયા બાદ આજે પણ 3 ટકાથી વધુનો ઘટાડો સુચવતો હતો. આ જ રીતે વાયદામાં સોનુ 1370 રૂપિયા ઘટીને 1,50,700 સાંપડયું હતું જે નીચામાં 1,49,396 સુધી સરકયું હતું. વિશ્વબજારમાં ભાવ ગઇકાલે 4 ટકા ગગડયા બાદ આજે એક તબકકે 4375 ડોલર સુધી નીચે ઉતરી ગયો હતો અને પછી રીકવર થયો હતો.
વૈશ્વિક સ્તરે ડોલરમાં જોરદાર વધઘટના કારણે મેટલ માર્કેટમાં તિવ્ર અસર વર્તાઇ રહી છે. અમેરિકી ડોલર બે સપ્તાહના ઉંચા સ્તરે પહોંચી ગયો હતો. સોના-ચાંદીમાં મોટી વધઘટના કારણે સટોડિયાઓ, ટ્રેડરો અને વેપારીઓ પણ નવા વેપાર કરવામાં ખચકાટ અનુભવતા રહ્યા છે. આવતા દિવસોમાં ટ્રેન્ડ કેવો રહે છે તેના પર નજર રાખવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *