
વૈશ્વિક ઘટનાક્રમો વચ્ચે મેટલ સહિતની કોમોડીટીમાં થઇ રહેલી ઉથલપાથલ વચ્ચે હવે બીટકોઇનમાં પણ જબરદસ્ત કડાકા રહ્યા છે અને આજે બીટકોઇનનો ભાવ 60,000 ડોલરની નજીક નીચે ઉતરી ગયો હતો. ઓકટોબર-2024 પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાયો હતો અને ઇન્વેસ્ટરોના બે ટ્રીલીયન ડોલર ડૂબી ગયા હતા.
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી એવી બીટકોઇનમાં વધુ પ્રચંડ કડાકો નોંધાયો હતો અને 63,295.75 ડોલર સાંપડયો હતો. જે ઓકટોબર-2024 પછીના સૌથી નીચલા સ્તરે છે. અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વિજય પૂર્વે ભાવ થયો હતો તેનાથી પણ નીચે ઉતરી ગયો છે.
એક જ દિવસમાં 12.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે નવેમ્બર-2022 પછીનો સૌથી મોટો ઘટાડો છે. છેલ્લા 24 કલાકમાં એક અબજ બીટકોઇનની પોઝીશન હળવી થઇ હતી. ગત ઓકટોબરના પ્રારંભે બીટકોઇનનું વેલ્યુએશન 4.379 ટ્રીલીયન ડોલરની ટોચ પર પહોંચ્યું હતું.
જેમાંથી બે ટ્રીલીયન ડોલર ધોવાઇ ગયા છે. છેલ્લા એક મહિનામાં તેમાં 800 અબજ ડોલરનું ધોવાણ થઇ ગયું હતું. ચાલુ અઠવાડિયામાં બીટકોઇનમાં 17 ટકાનો જોરદાર ઘટાડો નોંધાયો છે.
ચાલુ વર્ષમાં 28 ટકાનો ઘટાડો નોંધાયો છે. બીજા નંબરની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી એથર માર્કેટ કેપમાં ગઇકાલે એક જ દિવસમાં 13 ટકાનો કડાકો સર્જાયો છે. ચાલુ સપ્તાહમાં 19 ટકા તથા ચાલુ વર્ષમાં 38 ટકાનો કડાકો સર્જાયો છે.