MLA ક્વાર્ટરમાં નોકરી કરતા કર્મીનું અકસ્માતમાં મોત: ચ-6 સર્કલ પર ડમ્પરે બાઇક ચાલકને ટક્કર મારી; બે સંતાને પિતાની છત્રછ્યા ગુમાવી

Spread the love

 

ગાંધીનગરમાં આજે(6 ફેબ્રુઆરી) સવારે શહેરના વ્યસ્ત ગણાતા ચ-6 સર્કલ નજીક એક બેફામ ડમ્પરે બાઇકને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં MLA ક્વાર્ટરમાં નોકરી કરતા બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જ્યારે અન્ય તેમના મિત્રને ઇજાઓ પહોંચી છે. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક MLA ક્વાર્ટરમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા હતા બાસણ ગામના રહેવાસી દિનેશજી નાથાજી ઠાકોર MLA ક્વાર્ટરમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા હતા. આજે સવારે તેઓ પોતાના મિત્ર સાથે બાઇક પર ફરજ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન ચ-6 સર્કલ પાસેથી એક ડમ્પર ટર્ન લઈ રહ્યું હતું. આ દરમિયાન બાઇક ડમ્પર સાથે અથડાઈ હતી.

ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું

આ ટક્કર એટલી જોરદાર હતી કે દિનેશજી રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજાઓને કારણે તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માત સર્જાતા જ આસપાસના રાહદારીઓ અને વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાયો હતો

ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ટ્રાફિક બ્રિગેડનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ટ્રાફિક નિયમન કરાવી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ અંગે સેકટર 21 પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *