સચિવાલય ખાતે સરકારી ગાડીમાં સીન સપાટા બાદ હોમગાર્ડ સસ્પેન્ડ, યુવતી કોણ??

Spread the love

 

સોશિયલ મીડિયામાં ગાંધીનગર સચિવાયલનો એક વીડિયો વાયરલ થતાં વિવાદ થયો હતો. સચિવાલયમાં પોલીસની ગાડીમાં એક યુવતીની રીલ વાયરલ થઈ હતી. ગાંધીનગરમાં સચિવાલયની અંદર પોલીસની ગાડીમાં રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી હતી. આ ઘટના બાદ ગાંધીનગરના SP દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.

પોલીસ તપાસ બાદ હોમગાર્ડ દશરથ રાવળને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. જે ગાડીમાં રીલ બનાવી વાયરલ કરવામાં આવી હતી તે કાર જૂના સચિવાલયના હોમગાર્ડ ડિપાર્ટમેન્ટની હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા કમાડેન્ટની જાણ બહાર ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

યુવતીની રીલ્સ થઈ હતી વાયરલ
પ્રાપ્ત વિગત અનુસાર ગાડીના ચાલક અને રીલ્સ બનાવનાર યુવતી પારિવારિક સગા હોવાનું સામે આવ્યું છે. 3 ફેબ્રુઆરીએ આ ગાડીનો ઉપયોગ થયો હતો. જૂના સચિવાલયથી યુવતીને નવા સચિવાલય મુકવા જવામાં આવી હતી. ત્યારે આ ગાડીમાં યુવતીએ રીલ્સ બનાવી હતી. આ યુવતી સોશિયલ મીડિયા ઈન્ફ્યુલેન્સર હોવાનું સામે આવ્યું છે.

‘માણસ મરી જાય પછી સાચો લાગે’….. સ્યુસાઇડ નોટ લખી વ્યાજખોરોના ત્રાસથી આપઘાત

સચિવાલયમાં આ પ્રકારની હરકતથી સુરક્ષા સામે સવાલ
ગાંધીનગરના સચિવાલય સંકુલમાં પોલીસની ગાડીમાં ઈન્ફ્યુલેન્સર યુવતીનો વીડિયો વાયરલ થયો હતો. વિદેયોમાં દેખાતી યુવતીનું નામ બિંદિયા સોમપુરા હોવાનું સામે આવ્યું છે. આ યુવતીએ સચિવાલય પહોંચી મંત્રીઓ સાથે ફોડાઓ પણ પડાવ્યા હતા. પોલીસની ગાડીમાં સચિવાલયની અંદર આ પ્રકારના વીડિયો બાદ સુરક્ષા સામે પણ સવાલ ઉઠ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *