ભારતમાં જન્મેલ કેનેડાની ટીમનો કેપ્ટન દિલપ્રીત સિંહ બાજવા કાલે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ રમશે

Spread the love

સ્ટોરી : પ્રફુલ પરીખ

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2026 ની આવતીકાલ સોમવાર 9 ફેબ્રુઆરી ના રોજ સાઉથ આફ્રિકા અને કેનેડા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:00 કલાકે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે સાઉથ આફ્રિકાના કપ્તાન માર્કરામ સહિત અન્ય અને કેનેડાની ટીમના ખેલાડીઓએ નેટ પ્રૅક્ટિસ કરી હતી.

અમદાવાદ 

ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ 2026 ની આવતીકાલ સોમવાર 9 ફેબ્રુઆરી ના રોજ સવારે 11:00 વાગે સ્કોટલેન્ડ અને ઈટલી વચ્ચે, બીજી મેચ બપોરે ત્રણ વાગે ઝિમ્બાબ્વે અને ઓમાન વચ્ચે જ્યારે ત્રીજી મેચ સાઉથ આફ્રિકા અને કેનેડા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાંજે 7:00 કલાકે રમાશે.આ મેચ કેનેડા ટીમ માટે એક અગ્નિ પરીક્ષા સમાન રહેશે.

કેનેડા કેપ્ટન દિલપ્રીત સિંહ બાજવાએ માનવમિત્ર દૈનિકના પત્રકાર પ્રફુલ પરીખ સાથે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મારો જન્મ ભારતમાં 26 જાન્યુઆરી 2003 રોજ થયો છે.પરંતુ હાલમાં હું કેનેડાની ટીમનો કેપ્ટન છું અને હવે અમદાવાદમાં કાલે ટી૨૦ વર્લ્ડકપની મારી પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે રમીશ.ગુરદાસપુરમાં જન્મેલા દિલપ્રીત સિંહ બાજવાએ સખત મહેનત સતત પ્રેક્ટિસ અને આત્મવિશ્વાસ દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે.તેમને કેનેડા રાષ્ટ્રીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હવે તેઓ ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માં કેનેડિયન ટીમનું નેતૃત્વ કરશે.ભારતમાં જન્મેલા ક્રિકેટર કેનેડા માટે ઓલરાઉન્ડર તરીકે રમે છે. દિલપ્રીત સિંહનો જન્મ ભારતના પંજાબના ગુરદાસપુર ખાતે થયો હતો. તેમણે ધારીવાલની ગુરુ અર્જુન દેવ સિનિયર સેકન્ડરી સ્કૂલમાં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું છે.દિલપ્રીત સિંહના પિતા હરપ્રીત સિંહ, કૃષિ વિભાગમાં નોકરી કરતા હતા, જ્યારે તેમની માતા, હરલીન કૌર સરકારી સ્કુલમાં શિક્ષિકા તરીકે સેવા આપતી હતી.
2020માં રાજ્ય ટીમ દ્વારા પસંદગી ન થવાને કારણે તેઓ કેનેડા સ્થળાંતરિત થયા. 2023માં તેઓ મોન્ટ્રીયલ ટાઇગર્સ માટે ગ્લોબલ T20 કેનેડા રમ્યો હતો.
સપ્ટેમ્બર 2023માં તેમણે ICC મેન્સ T20 વર્લ્ડ કપ અમેરિકા ક્વોલિફાયર માટે રાષ્ટ્રીય ટીમમાં પોતાનો પ્રથમ કોલઅપ મેળવ્યો હતો. તેમણે 30 સપ્ટેમ્બર 2023ના રોજ કેનેડા માટે બર્મુડા સામે ટ્વેન્ટી20 ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતુ.ફેબ્રુઆરી 2024માં, તેમને નેપાળ સામેની સીરિઝ માટે ODI ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. તેમણે 10 ફેબ્રુઆરી 2024ના રોજ નેપાળ સામે વનડે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતુ.મે 2024માં તેને ICC મેન્સ T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ માટે કેનેડાની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. હવે ટી20 વર્લ્ડકપ 2026માં કેનેડા ટીમનો કેપ્ટન જાહેર કરવામાં આવ્યો છે.
2026નો વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ ચૂક્યો છે પરંતુ કેનેડા તેનું અભિયાન 9 ફેબ્રુઆરીથી શરૂ કરશે. કેનેડાને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે, જેમાં સાઉથ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને યુએઈનો સમાવેશ થાય છે.

પ્રેશર મોટી મોટી ટીમોને ઝુકાવી દે છે : દિલપ્રીત બાજવા

કેનેડા ટીમના કેપ્ટન દિલપ્રીત બાજવાએ કહ્યું કે કેનેડાની ટીમમાં અનેક ભારતીય ખેલાડી છે. શ્રીલંકામાં બે અઠવાડિયા રહ્યા અનેઅમે પાંચ પ્રેક્ટિસ મેચ રમ્યા છીએ જેમાં અમે બે મેચ જીત્યા છીએ. ભારતમાં આવીને રમવું એ અમારા માટે એક ગર્વની વાત છે. મોટા ખેલાડીઓ કેવી રીતે રમે છે તેવી જ રીતે અમે કોપી કરવાની કોશિશ કરી છે. અમારી પાસે એટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી પણ અમે સારી રમત રમવાનીકોશિશ કરી રહ્યા છીએ . અમારા બધા જ ખેલાડીઓ મહેનતુ છે. નિખિલેશ કર્ટન ડાબોડી મુખ્ય બેટ્સમેન અને શાહબુદ્દીન જફર અમારા અનુભવી મુખ્ય ખેલાડી છે જેના ઉપર મેચનો અમારો મુખ્ય આધાર રહેશે. હું સૌથી વધારે પંજાબથી ક્રિકેટ રમ્યો છું યુવરાજસિંહ મારા આદર્શ છે જેના લીધે હું ક્રિકેટમાં આવ્યો મારા પિતાજી પણ ક્રિકેટ રમતા હતા. જો અમે જીતીશું તો ગુજરાતી ફૂડ સાથે સારી પાર્ટી કરીશું.સાઉથ આફ્રિકા મોટી ટીમ છે, સોમવારની સાઉથ આફ્રિકા સામેની મેચમાં અમારા ખેલાડીઓ તરફથી સારી ક્રિકેટ જોવા મળે અને અમે સારી ટક્કર આપી શકીએ , તેમની પણ પ્રથમ મેચ છે અમે પ્રેશર માં લાવવાની પૂરી કોશિશ કરીશું કેમકે પ્રેશર મોટી મોટી ટીમોને નીચે ઝુકાવી દે છે અમે જીતીશું એવી આશા વ્યક્ત કરી હતી. કામને લઈને સમય ઓછો મળતો હોય છે પણ તેમ છતાં કેનેડાના ક્રિકેટ રસીકો પોતાનું કામ છોડી અને અમને સપોર્ટ કરે એવી હું આશા રાખું છું.

સાઉથ આફ્રિકા ફેવરીટ પણ અમે આત્મવિશ્વાસથી રમશું : હેડ કોચ

કેનેડાના હેડ કોચ ઇંગ્લેટન એ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં સાઉથ આફ્રિકા ફેવરીટ ટીમ છે. અમારા ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામે સંપૂર્ણ આત્મવિશ્વાસથી રમશે. વર્લ્ડ કપ ની તૈયારી માટે અમે શ્રીલંકામાં એક મહિનાનો કેમ્પ કર્યો છે.અમારા ખેલાડીઓએ શ્રીલંકામાં પ્રેક્ટિસમાં ઘણી સારી મહેનત કરી છે અને અમે પાંચ પ્રેક્ટિસ મેચમાંથી બે જીત્યા પણ છીએ.સ્પીનરમાં અમારી પાસે બરોડાના અંશ પટેલ,નિકોલસ,કલિમ સાના છે.તેથી અમે સામનો કરી શકીશું એવી મને આશા છે.

સાઉથ આફ્રિકાના વિડીયો જોઈને અમે એનાલિસિસ કર્યું કે અમારા બોલરોએ ક્યા બોલિંગ કરવી એ પ્રમાણે અમે તૈયાર કર્યા : બોલિંગ કોચ મુકેશ નરુલા

મૂળ બરોડાના કેનેડાના બોલિંગ કોચ મુકેશ નરુલાએ જણાવ્યું હતું કે મોટીવેશન અમારી પાસે ઘણું છે. મારો અનુભવ મેં અમારા ખેલાડીઓ સાથે શેર કર્યો છે. અમે એસોસીએટ વર્લ્ડમાં રમીએ છીએ અને સાઉથ આફ્રિકા હાઈએસ્ટ લેવલમાં રમે છે. અમે આ ટુર્નામેન્ટમાં કંઈક યાદગાર કરીશું. બોલિંગમાં અમારી પાસે અનુભવી ખેલાડીઓ છે જે આઈપીએલમાં પણ રમી ચૂક્યા છે જેમ કે અંશ પટેલ. સાઉથ આફ્રિકા ઘણી મજબૂત ટીમ છે પણ અમે લડત આપીશું. સાઉથ આફ્રિકાના વિડીયો જોઈને અમે એનાલિસિસ કર્યું કે અમારા બોલરોએ ક્યા બોલિંગ કરવી એ પ્રમાણે અમે તૈયાર કર્યા છે.

સાઉથ આફ્રિકા સામે અમે સાઇડ આર્મ તૈયાર કર્યા છીએ : હર્ષ ઠાકર

કેનેડાના બેટ્સમેન હર્ષ ઠાકરે જણાવ્યું કે હું પણ અમદાવાદનો જ છું એટલે અમને સાઉથ આફ્રિકા જેવી ટીમ સામે રમવાની પણ મજા આવશે .અમારી ટીમમાં બે ગુજરાતી પંજાબી , પાકિસ્તાની, કેરેબિયન ,એટલે કે અમારી મલ્ટી કલ્ચર ટીમ છે.શ્રીલંકામાં ૨૫ દિવસ અને ચેન્નાઈમાં વોર્મ અપ મેચ રમી પ્રેક્ટિસ કરી છે. સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર એ એમના મોટા શસ્ત્ર છે એ અમે જાણી છીએ.એમની સામે અમે સાઇડ આર્મ તૈયાર કર્યા છીએ.અને અમે સ્ટ્રેટેજી બનાવી છે.સેન્ટર વિકેટ પ્રૅક્ટિસથી રેન્જ હીટિંગ મળે એટલે શોર્ટ કયા મારી શકાય સીધા કે સાઇડ બાઉન્ડ્રી , પિચ કેવી લાગે છે એ બધો ખ્યાલ આવે છે.અમારી ટીમમાં ગુજરાતી ,પંજાબી પ્લેયર્સ છે એટલે અમને મેદાનમાં આવીને સપોર્ટ કરો એવો મેસેજ આપ્યો હતો.ભારતીય પિચ પર બાઉન્સ ઓછો છે.ભારતીય પિચ પર શેપ હોલ્ડ કરવું વધારે મહત્વ નું છે. ટી ૨૦ ક્રિકેટ હંમેશા આક્રમક માઈન્ડ થી રમાય છે તો એ રીતે જ અમારે રમવું પડશે અને અમારી ટીમ સાઉથ આફ્રિકા સામે રમવા માટે ઘણી એક્સાઇટેડ છે.

કેનેડામાં ક્રિકેટ વધ્યું અને પીચો પણ સારી : અંશ પટેલ

કેનેડા ટીમના મુખ્ય સ્પીનર અને મૂળ બરોડાના અંશ પટેલે જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જોઈને બહુ જ ખુશી થાય છે. વર્લ્ડ કપમાં રમવું મારા માટે બહુ જ મોટું સપનું હતું જે ગુજરાતમાં કેનેડા તરફથી અમદાવાદમાં પ્રથમ ટી ૨0 વર્લ્ડ કપમેચ રમવાનો મોકો મળી રહ્યો છે. તેથી હું ઘણો ગર્વ અનુભવ છું.કેનેડામાં પણ ક્રિકેટ ઘણું વધી રહ્યું છે અને તેની પીચો પણ સારી છે.

અભિષેક શર્માથી ઘણી બધી ટિપ્સ લીધી : શિવમ શર્મા

કેનેડાના પ્લેયર શિવમ શર્મા મૂળ ભારતીય અને જે ભારતના અત્યારે સુપર સ્ટાર ખેલાડી અભિષેક શર્માના મિત્ર છે તેમણે જણાવ્યું હતું કે પ્રથમ વખત હું વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા આવ્યો છું. જેની મને ઘણી ખુશી છે .અભિષેક શર્માથી પણ મેં ઘણી બધી ટિપ્સ લીધી છે અને પ્રેક્ટિસ માં અમે પૂરી તૈયારી કરી છે.

કેનેડા ટીમ : દિલપ્રીત બાજવા (C)
સાદ બિન ઝફર,જસકરંદીપ બટ્ટર,નવનીત ધાલીવાલ,ડીલોન હેલીગર,અજયવીર હુંદલ,નિકોલસ કિર્ટન,શ્રેયસ મોવવા,અંશ પટેલ,યુવરાજ સમરા,કલીમ સાના,શિવમ શર્મા,રવિન્દરપાલ સિંહ,કંવરપાલ તથગુર,હર્ષ ઠાકર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *