ખેડૂતો માટે આફત સાબિત થશે ફેબ્રુઆરી, વાતાવરણમાં મોટા પલટા આવવાની આગાહી!

Spread the love

 

રાજ્યમાં ફેબ્રુઆરી મહિનો ખેડૂતો માટે ચિંતાજનક બની શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં એક પછી એક મોટા વાતાવરણીય પલટાની આગાહી કરી છે, જેના કારણે કમોસમી વરસાદ એટલે કે માવઠાની ભીતિ ઊભી થઈ છે…તો ઉનાળા જેવો અહેસાસ કરતાં ગુજરાતીઓ માટે ઠંડી પર શું કરી મોટી આગાહી?…જુઓ આ ખાસ અહેવાલ….

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં એક પછી એક વાતાવરણમાં મોટા પલટા આવવાની આગાહી કરી છે. ધીમે-ધીમે ગરમી વધતી જશે, પરંતુ કમોસમી વરસાદ એટલે કે માવઠાની તલવાર પણ લટકી રહી છે.

અંબાલાલે કરી આગાહી મુજબ, 12 ફેબ્રુઆરીએ વાતાવરણમાં પ્રથમ મોટો પલટો આવશે. ત્યારબાદ 23 ફેબ્રુઆરીએ આકાશ વાદળછાયું બનશે અને રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ ફેરફાર માત્ર ફેબ્રુઆરી સુધી મર્યાદિત નથી, માર્ચ મહિના સુધી વાતાવરણ બદલાતું રહેશે.

શું કરી અંબાલાલે આગાહી?
12 ફેબ્રુઆરીએ વાતાવરણમાં પ્રથમ પલટો આવશે
23 ફેબ્રુઆરીએ આકાશ વાદળછાયું બનશે
માર્ચ મહિના સુધી વાતાવરણ બદલાતું રહેશે

અંબાલાલ પટેલના મતે, 8 ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષા થઈ શકે છે, જ્યારે અનેક રાજ્યોમાં વરસાદની શક્યતા છે.

8 ફેબ્રુઆરીથી પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે
પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ગુજરાતમાં તાપમાન ઘટશે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ઠંડી વધી શકે છે. પંચમહાલ અને મહીસાગરમાં પણ ઠંડીની અસર થશે. કચ્છમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન ઘટી શકે છે….

ક્યાં પડશે ઠંડી?
બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી
પંચમહાલ અને મહીસાગર
કચ્છમાં તાપમાન 15 ડિગ્રી આસપાસ રહી શકે છે
દક્ષિણ ગુજરાતમાં પણ તાપમાન ઘટી શકે છે

વારંવાર આવતા આ પલટા અને માવઠાના કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતો અત્યારથી જ ચિંતામાં છે. જગતના તાતને આ આગાહીઓથી સાવધાન રહેવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *