જૈનોના પ્રસિદ્ધ મહુડી મંદિરમાં ભગવાનના શરણોમાં ચઢાવવામાં આવેલ 130 કિલો સોનાનો કોઈ જ હિસાબ મળી નથી રહ્યો. ત્યાર સત્તાનો દુરુપયોગ કરનારા સામે શ્રી મહુડી મધુપુરી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટના આજીવન સભ્યો અંકિત મહેતા અને જયેશ મહેતાએ આક્ષેપો કર્યાં છે.
મહુડી મંદિરના ખજાનામાંથી 14 કરોડોથી વધારે અને 130 કિલો સોનામાં ગેરરીતિ થઈ છે. નોટબંધી સમયે 20% કમિશન પેટે કમિશન લઈ આર્થિક લાભ લઈ નાણાં બદલ્યાનો આક્ષેપ પણ કરાયો છે. મહુડી સંઘનાં ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતા પર આક્ષેપ મૂકાયો છે. મહુડી સંઘના નામે લીધેલી જમીનોના વિવાદ ચાલી રહ્યાં છે. તો આ મામલે માણસા પોલીસ સ્ટેશનમાં દસ થી વધુ ફરિયાદો કરવામાં આવી છે.
સરકાર ટ્રસ્ટને પોતાના હસ્તે લઈ લે – અંકિત મહેતા
મહુડી મંદીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સામે અંકિત મહેતાએ આક્ષેપ કરતા કહ્યું કે, મહુડી ટ્રસ્ટમાં નાણાંકીય ગેરરીતિ થઈ છે. મહુડી ટ્રસ્ટમાં પીટીઆર પર નોંધાયેલા કોઈ પણ ટ્રસ્ટી નહીં. પીટીઆર ટ્રસ્ટી ન હોવાથી ખોટી રીતે ટ્રસ્ટી બન્યા છે. ચેરિટી કમિશનરની અંદર ફેરફાર રીપોર્ટ દાખલ થયા છે. પીટીઆર પર નામ ચઢેલા નથી. સંસ્થાના નાણાંમાંથી અંગત સ્વાર્થ માટે પ્રોપર્ટી ખરીદાઈ. સબરજીસ્ટ્રારમાં ખોટી રીતે ટ્રસ્ટી બન્યાં છે. માણસા કોર્ટમાં ૨૮ કેસ દાખલ કરેલા છે. ભૂપેન્દ્ર વોરાએ કન્ટેનર ખરીદી કરી છે. દોઢ કરોડની કિંમતના 5 કન્ટેનર ખરીદ્યા છે. અંગત કામો માટે સંસ્થાની પ્રોપર્ટી તથા ગાડીનો ઉપયોગ કરે છે. સંસ્થાના નાણાં પોતાના ઘરે લઈ ગયા છે. ટ્રસ્ટ બંધ કરવા અમે અરજી દાખલ કરી છે. 15 દિવસમાં હિત જણાવવા અમે નોટિસ જાહેર કરી હતી. સરકારે નિર્ણય અનામત રાખ્યો છે. રાજ્ય સરકાર સમક્ષ તાકીદે ટ્રસ્ટ બંધ કરવાની અમારી માંગણી છે. સરકાર તાકિદે ટ્રસ્ટને પોતાના હસ્તે લેવાની માંગ છે.
અંકિત મહેતાને કોઈ પણ રીતે ટ્રસ્ટી થવું છે – ભૂપેન્દ્ર વોરા
મહુડી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પર લાગે આક્ષેપો મામલે ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાની પ્રતિક્રિયા સામે આવી છે. તેઓએ કહ્યું કે, અંકિત મહેતા તથા જયેશ મહેતાને મહુડી ટ્રસ્ટ સાથે કોઈ સંબંધ નથી. ૨૦૨૪ માં બન્નેનું ટ્રસ્ટી પદ રદ્દ થયું છે. ખોટા કાગળો ચેરિટી કમિશનરમાં દાખલ કરાયા હતા. કમિશ્નર દ્વારા મૂળ ઓર્ડર રદ્દ કર્યો હતો. અંકિત મહેતાને કોઈ પણ રીતે ટ્રસ્ટી થવું છે. બન્ને લોકોએ દૂષ્કૃત્યો કર્યા, જેના કારણે તેમને ટ્રસ્ટમાંથી દૂર કરાયા છે. અંકિત મહેતાને અન્ય કેસમાં પાસા થયેલા છે. ટ્રસ્ટ સામે ખોટા કેસ કરે છે તેમની સામે થયેલી કાર્યવાહીના વેર રૂપે આક્ષેપો કરે છે. ટ્રસ્ટમાંથી દાગીનાની ચોરી કરવી છે, આગળ તેમના ભાઈ પકડાયા હતા. ખોટી રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે.
મહુડીની સ્થાપનામાં બે પરિવારની ભૂમિકા
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહુડી તીર્થ દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. મહુડી ટ્રસ્ટની સ્થાપના 100 વર્ષ પહેલા ચાર પરિવારની સાથે રાખી કરવામાં આવી હતી. જેમાં બે મહેતા, એક શાહ અને એક વોરા પરિવાર છે. જેઓને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા.