અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. હવે, બાબતો ચર્ચાઓથી આગળ વધીને જમીની કાર્યવાહી તરફ આગળ વધી રહી હોય તેવું લાગે છે. ઇરાને અમેરિકાને બાયપાસ કરીને ઇઝરાયલને યુદ્ધ માટે પડકાર ફેંક્યો છે. ઓમાનમાં બંને દેશો વચ્ચે થયેલી વાટાઘાટો બાદ, હવે વાટાઘાટો નિષ્ફળ માનવામાં આવી રહી છે. ઈરાને ઈઝરાયલને યુદ્ધ માટે ફેંક્યો પડકાર..!
ઈરાને હવે ઈઝરાયલને સીધી યુદ્ધની ધમકી આપી છે. તેણે ઈઝરાયલને યુદ્ધ શરૂ કરવાનો પડકાર ફેંક્યો છે. આ તણાવ વચ્ચે, અમેરિકાએ કતારના એક એરબેઝ પર આઠ પરમાણુ બોમ્બર ઉતાર્યા છે. તેવામાં યુરેનિયમ સંવર્ધન ક્ષમતા જાળવી રાખવા પર પોતાનું વલણ જાળવી રાખનાર ઈરાને અમેરિકા સાથે ઓમાનની વાટાઘાટો અનિર્ણાયક સાબિત થયા પછી પોતાનું વલણ કડક બનાવ્યું છે. ઈઝરાયલને ખુલ્લી ચેતવણી આપતા, રવિવારે તેહરાનના પ્રખ્યાત પેલેસ્ટાઇન સ્ક્વેરમાં એક વિશાળ બેનર લગાવવામાં આવ્યું હતું, જેમાં ગ્રેટર તેલ અવીવ (Gush Dan) વિસ્તારમાં સંભવિત લક્ષ્યોનો નકશો દર્શાવવામાં આવ્યો હતો. આ બેનરમાં હિબ્રુ ભાષામાં ચેતવણી લખેલી છે: “આ વિસ્તાર મિસાઇલોના વરસાદનો સામનો કરવા માટે ખૂબ નાનો છે.” યુનાઇટેડ સ્ટેટ્સ તરફ નિર્દેશિત લખાણમાં લખ્યું છે: “તમે શરૂઆત કરો, અમે સમાપ્ત કરીશું.”
તે દરમિયાન ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે અમેરિકાએ કતારના અલ ઉદેદ એર બેઝ પર આઠ B-52 બોમ્બર તૈનાત કર્યા. પેન્ટાગોનનો દાવો છે કે આ તૈનાતી “પ્રાદેશિક સ્થિરતા” માટે છે, પરંતુ ઈરાને તેને “સીધો ખતરો” ગણાવ્યો છે. ઈરાનનો દાવો છે કે અમેરિકા ખુલ્લેઆમ ઈઝરાયલને મધ્ય પૂર્વમાં તેની લશ્કરી શક્તિનો વિસ્તાર કરવામાં મદદ કરી રહ્યું છે, જ્યારે તેહરાનને તેના પરમાણુ કાર્યક્રમ પર રોકી રહ્યું છે.
ઈરાની વિદેશ મંત્રી નૌકાદળના જહાજ પર પહોંચ્યાઓમાન વાટાઘાટો તૂટી પડ્યા પછી, વાટાઘાટકારો સ્ટીવ વ્હિટોક અને જેરેડ કુશનર સહિત યુએસ પ્રતિનિધિમંડળ પ્રતીકાત્મક રીતે યુએસએસ અબ્રાહમ લિંકન પર સવાર થયા, જ્યારે ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ ઈરાની નૌકાદળના જહાજ પર સવાર થઈને “તૈયારીનો સંદેશ” આપ્યો.