રાજસ્થાનની કુખ્યાત ગેંગના 2 ગેંગસ્ટર અમદાવાદથી ઝડપાયા

Spread the love

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનની કુખ્યાત રવિ ગોદારા ગેંગના બે ગેંગસ્ટરની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે સાત કલાકના ઓપરેશન બાદ બંને આરોપીની ધરપકડ કરી છે. બંને આરોપી ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ, આર્મ્સ એકટ સહિત 20થી વધુ ગુનાઓમાં સામેલ છે. અમદાવાદમાં પણ ખંડણીના નેટવર્ક માટે ટાર્ગેટ શોધી રહ્યા હતા, જે પહેલા ક્રાઈમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગત(9 ફેબ્રુઆરી) મોડીરાતથી ઓપરેશન ચાલું કર્યું હતું. આ દરમિયાન બંને આરોપીને આજે વહેલી સવારે વાસણા-વેજલપુર રોડ પરથી ઝડપી પાડ્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના કોટાના અમન ઉર્ફે બચ્ચા અને સુહેબ ઉર્ફે ચિન્ટુ નામના ગેંગસ્ટરની ધરપકડ કરી છે. આ બંને રાજસ્થાનની કુખ્યાત રવિ ગોદારા ગેંગ સાથે જોડાયેલા હતા.આ બંને આરોપીએ ખંડણી, હત્યાનો પ્રયાસ, ટાર્ગેટેડ શૂટિંગ, આર્મ્સ એકટ સહિતના ગુનામાં સામેલ હતા. ક્રાઈમ બ્રાન્ચે સાત કલાકના લાંબા ઓપરેશન બાદ બંનેની ધરપકડ કરી છે. બંને આરોપી ગુજરાતમાં તેમનું ખંડણી નેટવર્ક શરૂ કરવા માટે આવ્યા હતા. આરોપીઓ ખંડણી માટે તેમનો ટાર્ગેટ શોધી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે બંને આરોપીની ધરપકડ કરી છે. તપાસ બાદ બંનેને કોટા પોલીસને સોંપવામાં આવશે.
કોણ છે રાજસ્થાનનો કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારા?ઃ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રોહિત ગોદારાનું નામ રાવતરામ સ્વામી છે અને તે રાજસ્થાનના બિકાનેરના લુંકરનસરનો રહેવાસી છે. ગુનાહિત જગતમાં તેનું નામ અનેક સનસનાટીભરી હત્યાઓ સાથે જોડાયેલું છે. ગોદારાને પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા, રાજસ્થાનમાં રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેદીની ઘરમાં ઘૂસીને હત્યા અને સીકરના ગેંગસ્ટર રાજુ તેહતની હત્યા જેવા મોટા કેસોનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે. તેની સામે દેશભરમાં 40થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. વધતા દબાણ અને પોલીસ કાર્યવાહીથી બચવા માટે તે 13 જૂન, 2022ના રોજ નકલી પાસપોર્ટનો ઉપયોગ કરીને દિલ્હીથી દુબઈ ભાગી ગયો હતો. તેનું હાલનું સ્થાન પોર્ટુગલ અને કેનેડામાં હોવાનું જાણવા મળે છે. રોહિત ગોદારા હાલમાં ગોલ્ડી બ્રાર સાથે મળીને તેનું નેટવર્ક ચલાવે છે અને રાજસ્થાન-પંજાબ સંગઠિત ગુનાની કડીમાં એક મુખ્ય કડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *