હર્ષ સંઘવીએ કહ્યું કે, આવતી કાલનું અમદાવાદ એ ભૂતકાળનું જે અમદાવાદ છે એને બાજુમાં મૂકીને કે પાછળ મૂકીને આગળ નથી વધવાનું દુનિયાનું પહેલું એમ કહેવાય છે કે યુનેસ્કોનું વર્લ્ડ હેરિટેજ સટી એ આપણું અમદાવાદ છે.
આપણી પૌરાણિક ગલીઓ, આપણી સંસ્કૃતિઓ, માણેકચોક જેવી અનેક ગલીઓ કે જ્યાં આપણે અમદાવાદના ભોજનનો સ્વાદ માણી શકીએ છીએ. અમદાવાદે હેરિટેજ ગલીઓનું સંરક્ષણ કરતાં કરતાં દુનિયાની લેટેસ્ટ ટેકનોલોજી સાથે જોડાયેલી વ્યવસ્થાઓ સાથે આગળ વધવાવાળું શહેર છે.
અમદાવાદમાં સાયન્સ સિટીની વાત હોય કે પછી અલગ અલગ ગાર્ડન્સ ડેવલપમેન્ટની વાત હોય કે પછી વીર સાવરકર સ્પોર્ટસ કોમ્પ્લેક્સ જેવી વાત હોય કે રિવરફ્રન્ટની વાત હોય આ બધા જ નવા ડેવલપમેન્ટ આપણે જરૂરથી કરીએ છીએ. પરંતુ એમાં જે સ્પીરિટ છે એ પાક્કેપાક્કી અમદાવાદી વાળી છે, તેવું તેઓએ જણાવ્યું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, સ્પિરિટ અમદાવાદીની પણ દુનિયાની બધી જ વ્યવસ્થાઓ અમદાવાદમાં હોવી જોઈએ. તે વિચારો સાથેનું ડેવલપમેન્ટ આગળ વધી રહ્યું છે. ભવિષ્યનું અમદાવાદ અદભુત હશે. અમદાવાદના ગ્રોથની વાત કરવા બેસીએ તો હમણાં બે કલાક ઓછો પડે. પરંતુ હું એવું માનું છું કે જે પ્રકારે મોબિલિટીની વાત છે, એટલે કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આપણો મુખ્ય હેતુ છે. તેના પર ટાર્ગેટેડ કામ કહેવાય. તેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટેશન આવી ગયા, પબ્લિક ગાર્ડન્સ આવી ગયા, પબ્લિક જીમ્સ આવી ગયા, પબ્લિકને સ્પોર્ટ્સની ફેસિલિટીસ આવી ગઈ. હજી વધારે એજ્યુકેશન ફેસિલિટીસ શું આવી શકે. ભવિષ્યમાં તેમાં બધાને આવરી લેવાશે. કોઈક વિદેશ ગયું હોય, કોઈ બહારના રાજ્યમાં રહેતું હોય, કોઈ અમદાવાદમાં રહેતું હોય તો એ જ બાળકોને એ જ યુવાનોને ખાલી મેન્યુફેક્ચરિંગ માટેની સર્વિસ સેક્ટરની અંદર વધારે ઓપોર્ચ્યુનિટીસ શું મળી શકે, એ બધા સાથેનું પેકેજ એનું નામ અમદાવાદ.
દેશની પહેલી બુલેટ ટ્રેનનું સ્વાગત આપણું અમદાવાદ શહેર કરવાનું છે મુંબઈ સેન્ટ્રલથી દહીસર પહોંચતા જેટલા કલાક લાગશે, એ પહેલા મુંબઈથી બેસેલો વ્યક્તિ અમદાવાદ પહોંચી જશે.
અમદાવાદના લોકોનો તો વર્ષોથી દશકો ચાલતો આવ્યો છે, પણ આવનારો દસકો એ ગોલ્ડ જેવો રહેવાનો છે. સોના જેવો… એટલે જે ચૂક્યા એ ગાડી ચૂકી ગયા એટલે આ ગાડી નહીં ચૂકવા માટે સામાન્ય માણસે અત્યારથી એલર્ટ રહેવાની જરૂર છે તેવું તેઓએ કહ્યું.