સોના કરતા આ વસ્તુમાં રોકાણ કરવાથી અનેકગણું ‘રિટર્ન’ મળશે, એક લેખકે ખોલ્યું ઇન્વેસ્ટમેન્ટનું ‘રહસ્ય’

Spread the love

‘Rich Dad Poor Dad’ ના પ્રખ્યાત લેખક અને રોકાણકાર રોબર્ટ કિયોસાકીએ સોના-બિટકોઈન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચામાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બંને એસેટ પોર્ટફોલિયો માટે સારા છે પરંતુ લાંબાગાળા માટે ‘બિટકોઈન’ સોના કરતાં વધુ સારું રોકાણ છે.

રોબર્ટ કિયોસાકીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, તેઓ પોતે સોના-ચાંદી અને બિટકોઈન ત્રણેય રાખે છે પરંતુ જો માત્ર એક જ પસંદ કરવાનું હોય, તો તેઓ પહેલા બિટકોઈન પસંદ કરશે.

 

રોબર્ટ કિયોસાકીના જણાવ્યા અનુસાર, સોનું ભલે કિંમતી ધાતુ માનવામાં આવતું હોય પરંતુ તેનો પુરવઠો (સપ્લાય) આર્થિક રીતે “અનંત” છે. બીજું કે, જ્યારે સોનાની કિંમત વધે છે, ત્યારે વધુ ખાણો ખોલવામાં આવે છે અને વધુ સોનું કાઢવામાં આવે છે. ટૂંકમાં, કિંમત વધતા જ સપ્લાય પણ વધી જાય છે, જેના કારણે લાંબાગાળે સોનાની કિંમતમાં બહુ મોટો ઉછાળો આવી શકતો નથી.

 

બિટકોઈનનું મોડેલ બિલકુલ અલગ છે. આના પછી વધુ કોઈ નવા બિટકોઈન બનાવી શકાતા નથી. આ જ કારણથી લાંબાગાળે બિટકોઈનની કિંમતમાં મજબૂતી જળવાઈ રહે છે. કિયોસાકી કહે છે કે, ‘આની ડિઝાઇન એવી છે કે, બિટકોઈનની કિંમત માત્ર વધી જ શકે છે’. આ જ કારણ છે કે, બિટકોઈનને ‘ડિજિટલ ગોલ્ડ’ કહેવામાં આવે છે.

 

તાજેતરના દિવસોમાં બિટકોઈનની કિંમત $70,000 ની આસપાસ સ્થિર છે પરંતુ તે તેના રેકોર્ડ હાઈ ($1,26,000 થી વધુ) થી 44% નીચે છે. સોનાની કિંમત પણ તેની ટોચ ($5,595) થી 10% ઘટીને સુધરી છે.

 

કિયોસાકી કહે છે કે, તેમનું શરૂઆતનું બિટકોઈન રોકાણ આ વિચારને સાચો સાબિત કરી રહ્યું છે. તેઓ આજે પણ સોનાના માઇનિંગ અને તેલની શોધમાં લાગેલા છે પરંતુ બિટકોઈનને લાંબાગાળા માટે વધુ સારો વિકલ્પ માને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *