અમદાવાદ, તા.10 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી શકે છે. 28 ફેબ્રુઆરીના રોજ પીએમ મોદી ગુજરાત આવશે તેવી પ્રબળ શક્યતા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સાણંદ ખાતે સ્થાપિત થનારા સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે.
આ દરમિયાન વડાપ્રધાન મોદી ભારતમાં બનેલી પ્રથમ સ્વદેશી ચીપનું લોન્ચિંગ પણ કરશે. જે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન માટે ઐતિહાસિક ક્ષણ ગણાશે.
પીએમ મોદીના આ પ્રવાસ દરમિયાન અન્ય અનેક વિકાસલક્ષી કાર્યક્રમો પણ યોજાવાની શક્યતા છે. પીએમઓ દ્વારા કાર્યક્રમો પર આખરી નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના ગુજરાત પ્રવાસો દરમિયાન મોટા વિકાસકાર્યો અને મહત્વપૂર્ણ યોજનાઓની જાહેરાત થતી રહી છે. જેના કારણે આ પ્રવાસને લઈને રાજકીય અને ઔદ્યોગિક વર્તુળોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.