રાજસ્થાનમાં એન્કાઉન્ટરના ડર લાગતા અમન બચ્ચા અમદાવાદ આવ્યો

Spread the love

 

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના કુખ્યાત અમન ઉર્ફે બચ્ચાની ધરપકડ કરી હતી.અમન રાજસ્થાનના 20થી વધુ ગંભીર ગુનાનો આરોપી છે.અમનને રાજસ્થાનમાં હવે ગેંગ ચલાવતા એન્કાઉન્ટર થાય તેવો ડર હતો જેના કારણે અમદાવાદમાં નેટવર્ક શરૂ કરવા માટે આવ્યો હતો.અમન, લોરેન્સ બિશ્નોઈના સંપર્કમાં હતો.બે દિવસમાં અમન નવી ગેંગ શરૂ કરવા માટે અલગ અલગ ડીલરને મળ્યો પણ હતો અને બે ત્રણ ટાર્ગેટ પણ નક્કી કર્યા હતા.જોકે ક્રાઈમ બ્રાન્ચે કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ ધરપકડ કરી લીધી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ આઈ.એન ઘાસુરા અને તેમની ટીમે 10 ફેબ્રુઆરીની વહેલી સવારે રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર રવિ ગોદારા ગેંગના અમન ઉર્ફે બચ્ચાની ધરપકડ કરી હતી. અમનની સાથે તેનો સાગરિત સુહેબ પણ ઝડપાયો હતો.આ બંને બે દિવસથી અમદાવાદમાં આવ્યા હતા.અમન અમદાવાદમાંથી પોતાનું નવું નેટવર્ક શરૂ કરી અહીંથી જ નેટવર્ક ચલાવવા માટે આવ્યો હતો.
નવું નેટવર્ક ઊભું કરવા માટે અમન અમદાવાદમાં વેપન ડીલર, ડ્રગ્સ ડીલર અને જમીન દલાલને મળ્યો હતો.અમદાવાદમાં જમીનનું મોટાપાયે કામકાજ શરૂ કરવાનો પણ અમનનો પ્લાન હતો.અમદાવાદમાંથી જ નવા છોકરાઓ ગેંગ માટે કામ કરે તેની પણ શોધખોળ કરતો હતો,આ માટે કેટલાક લોકોને પણ મળ્યો હતો.અમનના સગા અમદાવાદમાં રહે છે તેમની પણ હાલ તપાસ ચાલી રહી છે. અમન છેલ્લા 6 વર્ષથી જેલમાં હતો.એક મહિના અગાઉ જ તે જામીન પર બહાર આવ્યો છે.અમન જેલમાં હતો ત્યારે પણ નેટવર્ક ચાલુ જ હતું.અમનની ગેંગના કેટલાક લોકો દ્વારા અમનના નામના ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવી લોકો પાસેથી ખંડણી લેવામાં આવતી હતી.અમન લોરેન્સ બિશનોઇના પણ સંપર્કમાં હતો. અમન અમદાવાદમાં બે દિવસ રોકાયો ત્યારે જેને મળ્યો તે તમામની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અમને કોઈ ડીલ કરી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.અમન અમદાવાદમાં કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ તો કરી લીધી છે પરંતુ હાલ તે જેના સંપર્કમાં હતો તેની તપાસ ચાલી રહી છે જે પૂર્ણ થતા અનેક મોટા ખુલાસા થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *