તાલુકા પંચાયતનું બજેટ:તાલુકા પંચાયતના બજેટમાં વિકાસ કામો માટે 60 ટકા રકમ ફાળવાશે

Spread the love

 

તાલુકા પંચાયતનુ નાણાકીય વર્ષ 2026-27 માટેનું મહત્ત્વનું બજેટ ગુરુવારે રજૂ કરવામાં આવશે. આ ડ્રાફ્ટ બજેટમાં ખાસ કરીને ગ્રામ્ય સ્તરે સ્પોર્ટ્સ, પર્યાવરણ અને ડિજિટલ સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તાલુકા પંચાયત અંદાજિત 23 કરોડની આવક સામે 21.16 કરોડના ખર્ચનું બજેટ રજૂ કરાશે.આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે કુલ રકમના અંદાજે 61 ટકા એટલે કે 13 કરોડ રૂપિયા માત્ર તાલુકાના 58 ગામોમાં વિકાસલક્ષી કામો માટે ફાળવવામાં આવશે.ચૂંટાયેલી પાંખનું આ પ્રથમ બજેટ હોવાથી તેમાં છેવાડાના ગામડાઓ સુધી પાયાની સુવિધાઓ પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. બજેટમાં ગ્રામીણ જનતાના હિતમાં અનેક નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.બાળકોમાં વાંચન પ્રવૃત્તિ વધારવા માટે સરકારી પ્રાથમિક શાળાઓને રૂ. 25 હજારની મર્યાદામાં પુસ્તકો ખરીદવા માટે કુલ રૂ.30 લાખની જોગવાઈ પર વિચાર કરવામાં આવ્યા છે.ગામડાઓમાં રમત-ગમત પ્રોત્સાહન માટે અને ઓપન જીમની સુવિધા ઊભી કરવા માટે આશરે 50 લાખ ફાળવાની વિચારણા છે. એના સિવાય ગ્રામ પંચાયતોને ડિજિટલ બનાવવા માટે પણ જોગવાઈ જાહેર કરાશે, જેમાં 80% ખર્ચ તાલુકા પંચાયત ભોગવશે. શહીદ જવાનના પરિવારને શ્રદ્ધાજંલિ સહાય પેટે પણ જોગવાઈ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *