ચિરાગ ગોટીનો પાપનો ઘડો ભરાયો, પીડિતોની હિંમત ખૂલતા વધુ કાંડ બહાર આવ્યા

Spread the love

 

સુરતમાં વધુ એક માથાભારે શખ્સનું નામ બહાર આવ્યું છે. વીડિયોમાં આ શખ્સનો ભારે આતંક જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયો બાદ લોકો પૂછી રહ્યાં છે કે, ચિરાગ ગોટી કોણ છે? ચિરાગ ગોટીના આતંકના અનેક કિસ્સાઓ, જેના પુરાવા વીડિયો રૂપી બહાર આવી રહ્યાં છે. ત્યારે હવે ધીરે ધીરે પીડિતોની પણ હિંમત ખૂલી રહી છે, અને તેઓ પોલીસ સ્ટેશન પહોંચી રહ્યાં છે.

કોણ છે ચિરાગ ગોટી
સુરત વરાછા રોડ વિસ્તારનો એ કુખ્યાત ડોન હતો. ભાજપના મોટા નેતાઓનો નજીકનો મનાય છે. ધારાસભ્ય વીનુ મોરડિયા સાથેના તેનાં ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. પોતાના ડ્રાઈવરને ટેન્કરમાં પથ્થર નાંખવા બદલ ઢોર માર મારતો વીડિયો વાઈરલ થયો છે. તો પ્રજાપતિ સમુદાયના એક વેપારીને માર મારતો વીડિયો પણ વાઈરલ થયો છે. લાયસન્સ વગર રિવોલ્વર રાખતો હતો. જાહેરમાં ધાક જમાવતો હતો. પોતાના મિત્ર અને બિઝનેસ પાર્ટનરની ગાડીમાં ડ્રગ્ઝ મૂકવાના કેસમાં ફરાર હતો.

માથાભારે ચિરાગ ગોટીના વીડિયો
સુરત માથાભારે ચિરાગ ગોટીનો શિકારના અનેક વીડિયો બહાર આવ્યા છે. રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવા માટે ચિરાગ ગોટીએ એક યુવકને તાલિબાની સજા આપી હતી. મુદ્દલ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં પણ ચિરાગ ગોટી ઉઘરાણી કરતો હતો. એક યુવકને ગાદલા ઉપર સુવડાવી તેને ઢોર માર માર્યો હતો. યુવક હાથ જોડી માફી માંગતો રહ્યો અને ચિરાગ ગોટી ઉપરથી મારતો રહ્યો.

ઉધારીમાં પૈસા લેનાર પૈસા ન આપે તો ચિરાગ ગોટી હેવાનિયતની જેમ ખૌફ ગુજારતો હતો. સુરત પોલીસ આવા અસામાજિક તત્વો સામે પગલાં ભરે તેવી માંગ સ્થાનિકોએ કરી છે. હાથમાં રિવોલ્વર સાથે ચિરાગ ગોટીએ ફોટા પણ પડાવ્યા હતા. ચિરાગ ગોટીનો વીડિયો જોઈ અનેક લોકો આક્રોશ ઠાલવી રહ્યાં છે.

મોરે-મોરો, બાકાઝીકી, રાણો રાણાની રીતે… જાણો દેવાયત ખવડનો મૌલિક શબ્દકોશનો અર્થ શું

ચિરાગ ગોટીના પિતાની ધરપકડ
આજે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 10 લાખની ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ છે. ચોક બજાર પોલીસમાં ઘનશ્યામ ગોટી વિરુદ્ધ બે ગુના નોંધાયા છે

 

 

વધુ એક પીડિત બહાર આવ્યો
સુરતના માથાભારે ચિરાગ ગોટી વિરુદ્ધ બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 2024 માં પોતાના પાર્ટનર પાર્થ મિયાણીને ઓફિસમાં ગાંધી માર માર્યો હતો. ધંધામાં 11,000 ની ખોટ આવતા તે પૈસા પાર્ટનરે લીધા હોવાના આક્ષેપ ચિરાગે કર્યા હતા. પાર્થને ગાડીમાં સુરત લઈ જઈ ફાર્મ હાઉસ પર આખી રાત રાખી 11,000 વસૂલ્યા બાદ તેને છોડ્યો હતો. પાર્થને માર મારતો વિડીયો મોબાઇલમાં શૂટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મારને કારણે પાર્થને પગમાં ફ્રેક્ચર થયું હતું, જેથી તેને સુરત ખાતે સારવાર લેવી પડી હતી. ઘટના અંગે કોઈને કહ્યું તો જાનથી મારી નાખીશ તેવી ચિરાગે ધમકી આપી હતી. હાલમાં ચિરાગ ગોટી વિરુદ્ધ સુરતમાં ગુના નોંધાતા પાર્થ મિયાણીની હિંમત ખૂલી છે. તેથી ચિરાગ ગોટી સામે બિલીમોરા પોલીસ મથકમાં માર મારવો, અપહરણ, પૈસાની ઉઘરાણી જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. બિલીમોરા પોલીસ સુરતથી ટ્રાન્સફર વોરંટીનો કબજો મેળવશે.

ચિરાગ સાથે તેનો ભાઈ અને પિતા પણ સામેલ
ઓઈલના ધંધામાં ભાગીદારી છૂટી થતા ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવાના ગુનામાં કોર્ટમાં હાજર થયેલા ચિરાગ ગોટી વિરુદ્ધ ચોકબજાર પોલીસ મથકમાં ખંડણીનો ગુનો નોંધાયો છે. ચિરાગ, તેના ભાઈ, પિતાએ અન્યો સાથે મળી વેડરોડના જમીનદલાલ પાસેથી જમીનનો ધંધો કરવા દર મહિને રૂ. ર લાખની માંગણી કરી ચપ્પુ બતાવી રૂ.૧૦ લાખ પડાવ્યા હતા. પાંચ વર્ષ અગાઉની ઘટનામાં પૈસા પડાવ્યાના ત્રણ દિવસ બાદ જમીનદલાલનું અપહરણ કરી ઘરે લઈ જઈ ચિરાગ અને અન્યોએ માર મારી પોલીસ ફરિયાદ કરી તો જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી.

ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવાનો કાંડ કર્યો
ઓઈલના ધંધામાં ભાગીદારી છૂટીથતા ભાગીદારને ડ્રગ્સના કેસમાં ફસાવવાના ગુનામાં ગત સોમવારે કોર્ટમાં હાજર થયેલા ચિરાગ ગોટીના એસીપી ઝેડ.આર.દેસાઈએ ચાર દિવસના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી ચિરાગ ગોટીએ ભાગીદારને ફસાવવા છે. દરમિયાન, નેપાળ ભાગી ગયેલા ઉપરાંત અન્યો સાથે પણ અમાનવીય વર્તન કર્યાના બે વિડીયો સોશિયલ મીડિયામાં આજરોજ વાયરલ થયા હતા. ચિરાગ ગોટીને ગતરોજ પોલીસ કમિશનર કચેરી સ્થિત એસઓજીની ઓફિસે લાવી પુછપરછ હાથ ધરાઈ હતી. તે સમયે તેના દમનનો ભોગ બનેલા લોકોએ પોલીસ કમિશનરને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવા રજુઆત કરી હતી. તે પૈકી મૂળ ભાવનગર મહુવાના નાના જાદરાના વતની અને સુરતના વેડરોડ વાળીનાથ ચોક તૃપ્તિ સોસાયટી ઘર નં.૫૯ માં રહેતા ૩૬ વર્ષીય જમીનદલાલ જીજ્ઞેશ મગનભાઈ વ્યાસે ચિરાગ ધનશ્યામભાઈ ગોટી, તેના ભાઈ નિરાંત, પિતા ઘનશ્યામભાઈ , રવિ ભાલ, યુવરાજ લક્ષ્‍મણ જાદવ,અને બે અજાણ્યા વિરુદ્ધ ખંડણી માંગી બળજબરીથી પૈસા પડાવી લીધાની અને પાકધમકી આપ્યાની ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

રાજીનામા પાછળની રાજનીતિ : સૌથી મોટો સવાલ, હવે રાજુ કરપડા શું કરશે?

તારા બાપ સાથે તો અમે ખોટુ કર્યુ છે હવે તારો વારો છે…
તે મુજબ ગત ૧૫ ઓક્ટોબર ૨૦૨૧ ના રોજ જીગ્નેશભાઈ પોતાની ઓફિસમાં પડેલા જવા નીકળ્યા હતા. તે વેડરોડ રોયલ જમીન લે-વેચના રૂ.૧૦ લાખ લઈ ઘરે પ્લાઝા નજીક મિત્ર નિતીન રાવળ સાથે જમીન ખરીદવા બાબતે વાત કરતા હતા ત્યારે ૧૦.૩૦ ના અરસામાં કારમાં આવેલા ચિરાગ ગોટી, તેના ભાઈ નિરાંત, રવિ ભાલ અને યુવરાજ જાદવ પૈકી ચિરાગે જીગ્નેશભાઈને કહ્યું હતું કે તારા બાપ સાથે તો અમે ખોટુ કર્યુ છે હવે તારો વારો છે. તારે જમીનનો ધંધો કરવો હોય તો અમને દર મહિને રૂ.૨ લાખ આપવા પડશે. નહીંતર તારો ધંધો ચાલવા નહી દઉં અને આ મહિનાના અત્યારે જ પૈસા આપવા પડશે. ગભરાયેલા જીગ્નેશભાઈએ પોતાની પાસેના પૈસામાંથી રૂ.૫૦ હજાર આપી ઉપર મોકલી આપીશ તેમ કહેતા ચિરાગ બાકીના પૈસા બે ત્રણ દિવસમાં ઓફિસ અને અન્યોએ તેમને માર મારતા અને ચિરાગે ચપ્પુ બતાવી બાકીના પૈસા દઈ દે નહીતર જીવતો નહી રહે તેમ કહેતા જીગ્નેશભાઈએ બાકીના રૂ.૮ લાખ પણ આપી દીધા હતા. બાદમાં તે ધમકી આપી ચાલ્યો ગયો હતો.

પૈસા પડાવ્યાના ત્રણ દિવસ બાદ રાત્રે નવ વાગ્યે જીગ્નેશભાઈ ફરી તે જ સ્થળે ઉભા હતા ત્યારે કારમાં બે અજાણ્યા સાથે આવેલા ચિરાગ અને તેના ભાઈ નિરાંત પૈકી ચિરાગે જીગ્નેશભાઈને તુ અમારા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ કરવાનો છે તેમ કહી બળજબરીપુર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું અને પોતાના ઘરે એક રૂમમાં લઈ જઈ ચિરાગના પિતા, રવિ ભાલ, યુવરાજ જાદવે જીગ્નેશભાઈને જે રીતે રડુ એ રીતે તારે રડવાનુ છે તેમ કહી આ ચિરાગે તેમને પોતાની પાસે સોફા ઉપર બેસાડી બે ત્રણ તમાચા માર્યા હતા. બાદમાં ચિરાગના પિતાએ ધમકી હુ આપી હતી કે હવે પછી જો તુ કે તારા પરીવારના કોઈ પોલીસ ફરીયાદ કરવા ગયા જીવતા બાદમાં માર તેઓ જીગ્નેશભાઈને કારમાં બેસાડી રોયલ પ્લાઝા પાસે છોડીને જતા રહ્યા હતા

ચિરાગ ગોટી સામે વધુ આક્ષેપો આવી રહ્યાં છે
ગઈકાલે વધુ એક ફરિયાદી આજે એસઓજી પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. જેને વર્ષ 2018માં ચિરાગ ગોટી પાસે રૂ 3 લાખ લીધા હતા. ત્યારબાદ ચિરાગ ગોટીએ 3 લાખ સામે 18 લાખ એક જ મહિનામાં વસુલ કર્યા હતા. ચિરાગ ગોટી અને અન્ય 40 લોકો ભોગ બનનાર ના ઘરે રાત્રે પહોંચ્યા હતા જ્યાં ભોગ બનનારની પત્નીને ધમકી આપી હતી. બાદમાં 3 લાખ સામે ભોગ બનનાર ના 4 ફ્લેટ પોતાના નામે કરી દેવા જણાવી બંદૂકથી ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *