RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ વિભાગના અધિકારીએ ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખ્યો પત્ર

Spread the love

 

અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે એન્ટી કરપ્શન બ્યુરો, પોલીસ કમિશનર, મુખ્ય પ્રધાન, વડાપ્રધાન અને ગુજરાત હાઈકોર્ટને એક પત્ર લખીને RTI એક્ટિવિસ્ટ બ્લેકમેઈલ કરતા હોવાની ફરિયાદ કરી છે. આ અંગેની વિગતો સામે આવતા જ કેટલાક RTI એક્ટિવિસ્ટોમાં ભય ફેલાયો છે તો કેટલાક RTI એક્ટિવિસ્ટ લડત આપવાના મૂડમાં આવી ગયા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે RTI એક્ટિવિસ્ટ ઉપર આક્ષેપ કરતો એક પત્ર લખ્યો છે. ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખેલા પત્રમાં RTI એક્ટિવિસ્ટ થકી થતી હેરાનગતિ મામલો ઉજાગર કર્યો છે. એસીબી તરીકે ઓળખાતા એન્ટી કરપ્શન બ્યુરો, શહેર પોલીસ કમિશનર, DCP, CM ભૂપેન્દ્ર પટેલ, PM નરેન્દ્ર મોદી અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ ફિયાદ સ્વરૂપે લખેલા પત્રની નકલ મોકલી છે. ગેરકાયદે બાંધકામો અને તેની સામે AMC ની કાર્યવાહી મામલે ચોક્કસ વ્યક્તિઓ હેરાન કરતા હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેમાં એવુ જણાવાયું છે કે, વોટ્સએપ, ફોન કોલ અને ઇમેઇલથી સતત બ્લેકમેલિંગ કરવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે લખેલા પત્રમાં, કયા RTI એક્ટિવિસ્ટ છેલ્લા કેટલાક ચોક્કસ સમયગાળામાં કેટલી અરજી અને કેટલી આરટીઆઈ કરી તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ નામજોગ કરવામાં આવ્યો છે. કયા એક્ટિવિસ્ટે કેટલી અરજીઓ કરી એનો પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. ગેરકાયદે બાંધકામો મામલે AMC નિયમ મુજબ કાર્યવાહી કરતી હોવા છતા RTI થકી હેરાન કરાય છે તેમ પત્રમાં જણાવાયું છે.

આરટીઆઈ એક્ટિવિસ્ટો, દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ વિરુદ્ધ ACB માં ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. પત્રની સાથે RTI એક્ટિવિસ્ટોનું લિસ્ટ પણ સામેલ કરવામાં આવ્યું છે. અધિકારીએ લખેલા પત્રમાં ભાજપ-કોંગ્રેસ સાથે સંકળાયેલા કેટલાક વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરાયો છે.

આ પત્ર અંગે કેટલાક એક્ટિવીસ્ટો ગભરાઈ જવા પામ્યા છે. જ્યારે કેટલાક એક્ટિવીસ્ટોએ એસ્ટેટ વિભાગ પર આક્ષેપ કરીને લડત લડવાની વાત કરી છે.

Breaking News : “માલિયા ગેંગ”નો આતંક બેફામ, ગૃહરાજ્ય પ્રધાનના ગઢમાં કાયદો માત્ર કાગળ પર જ છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *