રાવળદેવ સમાજ નું પ્રથમ સ્નેહ મિલન”શિવ મહોત્સવ”(મહાશિવરાત્રી) માં માનવ મહેરામણ ઉમટ્યું

Spread the love

 

 

શિવના ડમરૂવાળા રાવળદેવ બંકાઓએ વગાડ્યા ડંકા, રાવળદેવનું ઘોડાપૂર, રેલી કે રેલ્લો..

શિવના દાસ, કદી ના રહે ઉદાસ, રાવળદેવ સમાજના “શિવ મહોત્સવ”માં ડમરુંવાળા રાવળદેવનું ઘોડાપુર ઉમટ્યું

 

GJ-18 ખાતે રવિવાર તારીખ 15/02/2026ના રોજ સેક્ટર-11 ખાતે હાહાકાર મચાવ્યો હતો, અનેક લોકો કરતા હતા, રાવળદેવના બંકાઓએ વગાડી દીધા ડંકા, પ્રમુખ હોદ્દેદારોની કલ્પના કરતા પણ પબ્લિકનું ઘોડાપુર વધી ગયું, ત્યારે આ કાર્યક્રમ જોઈને બિલ્ડર એવા ભરતભાઈ રાવળ દ્વારા પોતે આવતા વર્ષે સમાજ માટે ભોજનના દાતા બન્યા હતા, બાકી એકતાનું પ્રતિક અને એકતા રાવળદેવ સમાજમાં જોઈ શકાય છે, “શિવ મહોત્સવ”માં ખરેખર મોટો તહેવાર કહી શકાય, આ કાર્યક્રમ સમાજના ઇતિહાસમાં યાદગાર અને એકતાનું પ્રતીક બનશે, બાકી સમાજમાં એક દીકરીએ તો જે ગીત વગાડ્યું તે અનેક કલાકારોના ડાંડિયા ડુલ કરી દીધા હોય તેમ તમામનું ધ્યાન ખેંચાયું હતું, ત્યારે લાલાએ કર્યો કમાલ અને સંગઠનના હોદ્દેદારોની ધમાલ,
આ કાર્યક્રમને સફળ બનાવવા સમાજના આગેવાનો અને હોદ્દેદારોએ મહેનત કરી અને રંગ લાવી ત્યારે રાવળ, યોગી, જોગી, રાવળદેવ સમાજના નવયુવાન દીકરા દીકરીઓ માટે સગપણ અંગેની પ્રક્રિયાને પારદર્શિત બનાવવા એપ પણ શરૂ કરવામાં આવી હતી, અને તેના પ્રારંભ કાર્યક્રમના શરૂઆતમાં થયો હતો, રાવળદેવ સમાજના ગુજરાતમાંથી અનેક બંકાઓએ શિવનો શંખનાદ સાથે ડમરુ વગાડીને વાતાવરણ પ્રફુલિત કરી દીધું હતું, ત્યારે સમાજ એક નવીરા પણ બતાવી છે,

સમાજના આગેવાનો તમામે જે મહેનત કરી તે રંગ લાવી “શિવ મહોત્સવ”માં આટલી બધી પબ્લિકને જોઈને અનેક નેતાઓએ પણ નોંધ લીધી છે,

સમાજના આગેવાનો લાલાભાઇ રમેશભાઇ રાવળ, પોતે પ્રમુખ છે, અને (વામજ) ગામના મહેસાણાના વતની છે, સુરેશભાઈ કે રાવળ, મંત્રી શેરથા ગાંધીનગર, પ્રહલાદભાઈ અમરતભાઈ ચૌહાણ (ખજાનચી) પાદર બનાસકાંઠા, જેન્તીભાઈ અમૃતભાઈ રાવળ (ઓડિટર) સલાલ સાબરકાંઠા, વિષ્ણુભાઈ ચીમનભાઈ રાવળ, (સંગઠન મંત્રી) રાંધેજા ગાંધીનગર એડવોકેટ, બીપીનભાઈ ડી રાવળ સહમંત્રી (પલાસર) પાટણ, દિનેશભાઈ એમ રાવળ ઉપ-પ્રમુખ કોલવડા, સુરેશભાઈ આઈ રાવળ ઉપપ્રમુખ મહેસાણા, શંભુભાઈ આર રાવળ ઉપપ્રમુખ વસ્ત્રાપુર અમદાવાદ, વિનુભાઈ રાવળ સહમંત્રી ધોળકા અમદાવાદ, ઇશ્વરભાઇ ડી રાવળ (ટ્રસ્ટી) અડાલજ ગાંધીનગર, મુકેશભાઈ સી કાનાણી (ટ્રસ્ટી) પાટણ, સુરેશભાઈ લક્ષ્મણભાઈ રાવળ ટ્રસ્ટી બારેજા અમદાવાદ, કમલેશભાઈ એસ રાવળ સારંગપુર અમદાવાદ (ટ્રસ્ટી), ભવાનભાઈ કે રાવળ (ટ્રસ્ટી) કુકરવાડા મહેસાણા, શંભુભાઈ સી રાવળ (ટ્રસ્ટી) વાવોલ ગાંધીનગર, અમૃતભાઈ આર રાવળ (ટ્રસ્ટી) ચિલોડા ગાંધીનગર, તમામ મિત્રો આગેવાનો સમાજના વડીલોના સહકારથી ધૂમ ધડાકા સાથે ધૂમ મચાવી હતી.

તસવીરમાં દેખાતા પ્રમુખ લાલાભાઇ રાવળ તથા તેમના ધર્મપત્ની છે, આ કાર્યક્રમના દાતા ગણો કે સેવાભાવી બંકા સાથે વિષ્ણુભાઈ રાવળ એડવોકેટ પણ જોઈ શકાય છે, રામે દીઠો રે મીઠો રોટલો કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય એ જ સાચો જીવડો, ત્યારે લાલાભાઇએ તો સમાજ માટે પટારો ખોલી દીધો અને પટારો ખુલ્યા બાદ ખટારા ભરીને જે પબ્લિક આવી છે અને સંખ્યા તથા શક્તિ પ્રદર્શન તે ભોલેને આભારી સાથે ભોલે ના દર્શન થઈ ગયા કહી શકાય

આ દીકરી જે ગીત વગાડ્યું તે અને કલાકારોના ડબલા દૂર થઈ ગયા હતા, ગીત ઉપર પબ્લીક રાજી થઈ ગઈ હતી, જે દીકરીનું નામ ધ્રુવી અને ચર્ચા પણ ભારે થઈ હતી, ત્યારે આવનારા વર્ષોમાં રાવળ સમાજની બંકીના સ્ટેજ શોનો દરવાજો ખુલી ગયો કહી શકાય,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *